Not Set/ દાહોદ/ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, બોલો હવે… પોલીસ જ કરી રહી છે દારૂ ની હેરાફેરી…!!

કહેવાય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. અને દારુ પીવો હોય તો સરકાર પાસેથી કાયદેસરનું લાયસન્સ લેવું પડે છે. ગેરકાયદેસર રીતે ગુજરાત પોલીસ ઠલવાતો રોજનો બેહિસાબ દારૂ ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં પણ  આવે છે. અને તેનો નિકાલ પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા નિત નવા તુક્ક અપન અજમાવવામાં આવે છે. […]

Gujarat Others
daru 1 7 દાહોદ/ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, બોલો હવે... પોલીસ જ કરી રહી છે દારૂ ની હેરાફેરી...!!

કહેવાય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. અને દારુ પીવો હોય તો સરકાર પાસેથી કાયદેસરનું લાયસન્સ લેવું પડે છે. ગેરકાયદેસર રીતે ગુજરાત પોલીસ ઠલવાતો રોજનો બેહિસાબ દારૂ ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં પણ  આવે છે. અને તેનો નિકાલ પણ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા નિત નવા તુક્ક અપન અજમાવવામાં આવે છે. પરંતુ આ કેસમાં હકીકત કાઈ જુદી જ છે. જેને માથે બુટલેગરને પકડવાની જવાબદારી હતી તેજ દારૂની ખેપ કરતાપકડાયા છે. અને ગુનેગારના પાંજરામાં જઈ ને ઉભા છે.

વાત કરીએ દાહોદના લીમખેડાની તો અહીં સ્થાનિક પોલીસ દ્વારા અમરેલીના પોલીસ કોન્સ્ટેબલને 1.50લાખના દારૂ સાથે  ઝડપી પાડ્યો છે. સાથે સ્થાનિક પોલીસ દ્વારા સ્કોર્પિયો ગાડીમાં અને અન્ય મુદ્દામાલ પણ હાથ લાગ્યો છે. જયારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે.

દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસને બાતમી મળેલ કે એક સ્કોર્પિયો ગાડીમાં દારૂ ભરાઈને આવે છે.  જે ગાડીનો નંબર GJ-11-S-7888  છે. અને તે ગાડી ગોધરા તરફ જઈ રહી છે. આ બાતમીને આધારે લીમખેડા પોલીસે એ પોતાના સ્ટાફ ને એલર્ટ કરી વોચ ગોઠવી હતી. અને નાકાબંદી કરી હતી.

તે દરમિયાન એક સફેદ રંગની સ્કોર્પિયો આવતા સ્ટાફ એલર્ટ થયો અને તેને રોકવાની કોશિશ કરતા ચાલકે ડિવાઈડર કૂદી અને ગાડી વાળાવવાની કોશિશ કરતા એક અન્ય ઈસમ ચાલુ ગાડીમાંથી કૂદી નાસી ગયો હતો.

જ્યારે કાર ચાલક લીમખેડા પોલીસ ને હાથે ઝડપાઇ ગયો હતો . આ મામલે પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ કરતા પકડાયેલ ઇસમે કબલ્યુ કે તે પોતે પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે અમરેલી ખાતે ફરજ બજાવે છે. તેનું નામ નિલેશ વખતસિંહ પટેલ હોવાનું જણાવ્યું અને પોતે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવાગામ નો હોવાનું જણાવ્યું હતું.

જ્યારે અન્ય ભાગી છૂટવામાં સફળ રહેલ શખ્સ પણ પંચમહાલના ગોધરા તાલુકાના ઠાનાગર્જનનો સંજય સનતસિંહ  બારીયા  છે અને પોલીસે તેને પણ પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ ચાલક કોન્સ્ટેબલ પાસેથી 1.50₹ નો વિદેશ દારૂ અને સ્કોર્પિયો ગાડી તથા મોબાઈલ મળી  3.00 લાખ ₹ આમ કુલ 4.50 નો મુદ્દામાલ કબ્જે લઇ અને કોન્સ્ટેબલના રિમાન્ડ માંગતા લીમખેડા પોલીસને પાંચ દિવસના રિમાન્ડ મળતા તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.