Not Set/ મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મન મૂકીને ઝૂમ્યા ખેલૈયાઓ

ગુજરાતમાં નવલી નવરાત્રીની ખૂબ ધામની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મંતવ્ય ન્યૂઝ  દ્વારા અમદાવાદના ત્રણ વિવિધ સ્થળો પર ગરબાનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં મંતવ્ય ન્યુઝ આયોજિત ગરબાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પાસેના કેન્સવિલે પાર્ટી પ્લોટ, હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટ તેમજ નિકોલ ખાતે સરદાર પાર્ટી પ્લોટમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા […]

Ahmedabad Gujarat
aaaaaaaa 2 મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મન મૂકીને ઝૂમ્યા ખેલૈયાઓ

ગુજરાતમાં નવલી નવરાત્રીની ખૂબ ધામની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મંતવ્ય ન્યૂઝ  દ્વારા અમદાવાદના ત્રણ વિવિધ સ્થળો પર ગરબાનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં મંતવ્ય ન્યુઝ આયોજિત ગરબાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પાસેના કેન્સવિલે પાર્ટી પ્લોટ, હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટ તેમજ નિકોલ ખાતે સરદાર પાર્ટી પ્લોટમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં ખેલૈયાઓ મન મૂકીને રમતા જોવા મળ્યા હતા

નિકોલ  સરદાર પાર્ટી પ્લોટ

અમદાવાદનાં સરદાર પટેલ પાર્ટી પ્લોટમાં પણ ગરબાની રમઝટ જામી.નિકોલમાં પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા યોજાયેલ ગરબામાં આઠમાં નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.સરદાર પાર્ટી પ્લોટમાં  ખેલૈયાઓએ પોત  પોતાના ગ્રૃપ સાથે રમઝટ  બોલાવી  અને ગરબાના તાલે  ઝુમી ઉઠ્યા હતા

હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટ

તો આ તરફ અમદાવાદના હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં મંતવ્ય ન્યૂઝે કર્યુ હતું સુંદર આયોજન.અહીં પણ જોવા મળ્યો ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ.તો યુવકોએ પણ કેડિયામાં અનોખી અદામાં પોઝ આપી ગરબાની બોલાવી રમઝટ

એસજી હાઈવે કેન્સવિલે પાર્ટી પ્લોટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજીત અમદાવાદના કેન્સવિલે ગોલ્ફ એકેડેમી ગ્રાઉન્ડમાં આઠમાં નોરતે કંઇક અલગ જ નજારો જોવા મળ્યો.અહીં પણ  ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ.નવા નવા સ્ટેપ્સ અને નવી સ્ટાઇલ સાથે ગરબા રસિકો ઝૂમી ઉઠ્યા.કેન્સવિલે ગોલ્ફ એકેડેમીમાં મ્યુઝિક સિસ્ટમનો તાલ અને સૂરની સરગમ સાથે એક અદભુત વાતાવરણ સર્જાયું હતું.

 

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મન મૂકીને ઝૂમ્યા ખેલૈયાઓ