Not Set/ શહીદ યાત્રાને સુરક્ષા આપવા રાજ્યપાલ સમક્ષ માંગણી કરતા આયોજકો

  24 જૂન રોજ ઉંઝાથી નીકળીને કાગવડ જતી પાટીદાર શહિદ યાત્રાને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવાની માંગ કરવામાં આવી છે. જયારે વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં અનામત આંદોલન સમિતિએ રાજ્યપાલને શહિદ યાત્રાને સુરક્ષા પુરી પાડવા માંગ કરી છે. આપણે જણાવી દઈએ કે રાજ્યપાલને આપવામાં આવેલા […]

Top Stories Ahmedabad Gujarat Surat
patidar yatra 1 શહીદ યાત્રાને સુરક્ષા આપવા રાજ્યપાલ સમક્ષ માંગણી કરતા આયોજકો

 

24 જૂન રોજ ઉંઝાથી નીકળીને કાગવડ જતી પાટીદાર શહિદ યાત્રાને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવાની માંગ કરવામાં આવી છે. જયારે વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં અનામત આંદોલન સમિતિએ રાજ્યપાલને શહિદ યાત્રાને સુરક્ષા પુરી પાડવા માંગ કરી છે.

આપણે જણાવી દઈએ કે રાજ્યપાલને આપવામાં આવેલા આ પત્રમાં ચોંકાવનારો ખુલાસો ઘટસ્ફોટ કરાયો છે કે, પાટીદારો દ્વારા ચલાવવામાં આવેલી શહિદ યાત્રા સુરત પહોંચી ત્યારે પાટીદાર શાહિદ યાત્રા આયોજકો પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં હુમલાખોર પૈકીના એક શખ્સે શહિદ યાત્રાના આયોજક દિલિપ સાબવાને રીવોલ્વર જેવું હથિયાર બતાવી શહિદ યાત્રા બંધ કરી દેવાની પણ ધમકી આપી હતી.

જયારે વાત કરવામાં આવે તો પાટીદાર દ્વારા આયોજિત શહિદ યાત્રાના આયોજકો પર હાર્દિકના ઈશારે હુમલો કરાયાના આક્ષેપો સોશીયલ મીડીયામાં ફરતા થયેલા મેસેજમાં કરાયો હતો. આ યાત્રા મહેસાણા અને સાબરકાંઠામાં ફરી આજ 8 જુલાઈના રોજ અમદાવાદમાં સાણંદ અને બોપલ વિસ્તારથી શરુ કરવામાં આવશે અને અમદાવાદના વિવિધ ક્ષેત્રમાં આ યાત્રા કરવા આવશે.

આજથી 3 વર્ષ પહેલા કરવામાં આવેલા પાટીદાર અનામત આંદોલનમાં જે 14 લોકો શહિદ થયા હતા, તેમને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.