શાળાઓ ખૂલશે/ રાજય માં ધોરણ 9 થી 11ના વર્ગો આજથી શરૂ કરાયા

કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ….

Gujarat Others
Untitled 224 રાજય માં ધોરણ 9 થી 11ના વર્ગો આજથી શરૂ કરાયા

   રાજય માં  આ વખતે કોરોના ની બીજી લહેર  ઘાતકી જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોના સંક્મિત થયા હતા .ત્યારે સરકાર દ્વારા  કેસોને નિયત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા રહ્યા હતા . કોરોના કેસ વધતા સમગ્ર રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું . કોરોના કેસ વધતા  શૈક્ષણિક કાર્ય પણ ઓનલાઈનકરવામાં આવ્યા હતા . જયારે  હવે કોરોના કેસ ઘટતા  મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.  જેમાં રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આજ  શરૂ થશે. જેમાં  50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે.

આ  ઉપરાંતશાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં  આજથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.

ધોરણ 9 થી 11 ના વર્ગો આજ થી  શરૂ કરવામાં આવ્યા જેમાં  કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આજ થી   શરૂ થશે. કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી  પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ  અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.