Not Set/ દિલ્હીના પ્રદુષણ સાથે, સીધા જ સ્પર્ધામાં ઉતરેલા અમદાવાદના પ્રદૂષણ માટે જવાબદાર કોણ…???

ઉત્તરોત્તર અમદાવાદ શહેરનું હવા પ્રદૂષણ વધતું જાય છે. મંદી હોવાને લીધે દિવાળી પર્વ નિમિત્તે 40% જેટલું ફટાકડાઓનું વેચાણ ઘટ્યું તેમ છતાય હવાના પ્રદૂષણમાં કોઈ ઘટાડો ના નોધાયો. આજકાલમાં અમદાવાદ જાણે કે દિલ્હીના હવા પ્રદૂષણની સ્પર્ધા કરતુ હોય તેવું લાગે છે. જુલાઈ મહિનામાં સંસદના મેજ પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો અહેવાલ […]

Ahmedabad Top Stories Gujarat
mahesh pandya દિલ્હીના પ્રદુષણ સાથે, સીધા જ સ્પર્ધામાં ઉતરેલા અમદાવાદના પ્રદૂષણ માટે જવાબદાર કોણ...???

ઉત્તરોત્તર અમદાવાદ શહેરનું હવા પ્રદૂષણ વધતું જાય છે. મંદી હોવાને લીધે દિવાળી પર્વ નિમિત્તે 40% જેટલું ફટાકડાઓનું વેચાણ ઘટ્યું તેમ છતાય હવાના પ્રદૂષણમાં કોઈ ઘટાડો ના નોધાયો. આજકાલમાં અમદાવાદ જાણે કે દિલ્હીના હવા પ્રદૂષણની સ્પર્ધા કરતુ હોય તેવું લાગે છે.

smoke દિલ્હીના પ્રદુષણ સાથે, સીધા જ સ્પર્ધામાં ઉતરેલા અમદાવાદના પ્રદૂષણ માટે જવાબદાર કોણ...???

જુલાઈ મહિનામાં સંસદના મેજ પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો અહેવાલ રજુ કર્યો તેમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરા હવા પ્રદૂષણમાં અગ્રતા ક્રમે હતા.

અમદાવાદમાં હવા પ્રદૂષણ વધવાના શું કારણો છે ?

  1. BRTS નેટવર્ક આખા અમદાવાદમાં વિસ્તરેલું છે પરંતુ તેના રૂટ પર માત્ર 250 જ બસો દોડે છે અને તે બધીજ બસો ડીઝલથી ચાલે છે.
  2. અમદાવાદમાં માત્ર 800 બસો AMTS (લાલ બસ)ની છે અને તેમાં પણ 381 બસો ડીઝલથી ચાલે છે. brts દિલ્હીના પ્રદુષણ સાથે, સીધા જ સ્પર્ધામાં ઉતરેલા અમદાવાદના પ્રદૂષણ માટે જવાબદાર કોણ...???
  3. અમદાવાદની વસ્તી 1991 ની સાલમાં લગભગ 16 લાખની હતી ત્યારે AMTS (લાલ બસ)ની સંખ્યા 900 જેટલી હતી હવે આજે જ્યારે બૃહદ અમદાવાદની વસ્તી 65 લાખ જેટલી છે તેની સામે BRTS અને AMTS મળીને 1050 જેટલી બસો દોડે છે આમ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ (જાહેર પરિવહન) ના અભાવને લીધે ટુ વ્હીલર (સ્કૂટર, મોટર સાઈકલ વગેરે) તથા રીક્ષાઓ અને ખાનગી કારોનું પ્રમાણ ખુબ જ વધ્યું.amts દિલ્હીના પ્રદુષણ સાથે, સીધા જ સ્પર્ધામાં ઉતરેલા અમદાવાદના પ્રદૂષણ માટે જવાબદાર કોણ...???
  4. BRTS નેટવર્કને લીધે અમદાવાદના રોડ સાંકડા થઇ ગયા જાણેકે સર્વિસ રોડ અને તે રોડ પર અતિશય વાહનોનો બોજ જેનાલીધે ટ્રાફિક કન્જેશન વધ્યું જે વાયુ પ્રદૂષણનો મોટામાં મોટો સ્ત્રોત છે.
  5. વૃક્ષો,છોડ એ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેનો કુદરતી ઉપાય છે, અમદાવાદ શહેરમાં વૃક્ષોનું પ્રમાણ લગભગ 4% જેટલું છે જેને લીધે હવા પ્રદૂષણ નિયંત્રણ થતું નથી.
  6. અમદાવાદના રસ્તાઓની ગુણવત્તા ખુબજ નબળી છે જેને લીધે સતત ધૂળ ઉડે છે ઉપરાંત ખાડાવાળા રસ્તા હોવાથી વાહનોની એવરેજ (ક્ષમતા) ઘટી જાય છે જેને લીધે પેટ્રોલ કે ડીઝલ પૂરી ક્ષમતાથી બાળી શકતું નથી જેથી અર્ધ બળેલ કાર્બન હવામાં મુક્ત થાય છે જે હવા પ્રદૂષણમાં વધારો કરે છે
  7. સુપ્રિમ કોર્ટના નિર્દેશ પ્રમાણે પબ્લિક ટ્રાન્સપોર્ટની બધી બસો અને રીક્ષાઓ CNG થી ચાલવી જોઈએ પરંતુ આજે અમદાવાદની 250 BRTS બસો અને 381 AMTS ની બસો ડીઝલથી ચાલે છે ઉપરાંત મોટી કોમર્સિયલ બસોને પણ CNG માં બદલવાની હતી પરંતુ રાજ્ય સરકાર ઉદાસીન છે
  8. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં નારોલ વિસ્તાર પાસે પીરાણા ખાતે ડમ્પિંગ સાઈટ આવીલી છે. આ ડમ્પિંગ સાઈટમાં કચરાના મોટા-મોટા ડુંગરો ઉભા થયા છે આ ડમ્પિંગ સાઈટ માંથી ચોવીસે કલાક ધુમાડો નીકળે છે જેનાથી પણ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે.             pirana દિલ્હીના પ્રદુષણ સાથે, સીધા જ સ્પર્ધામાં ઉતરેલા અમદાવાદના પ્રદૂષણ માટે જવાબદાર કોણ...???
  9. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં GIDC આવેલી છે. નારોલા થી નરોડા સુધીના ઔદ્યોગિક એકમોના હવા પ્રદૂષણને લીધે પણ અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણ થાય છે.
  10. અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ ખુલ્લામાં કચરો બાળવામાં આવે છે જેનેલીધે પણ હવા પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. (A)પ્લાસ્ટિક ને ખુલ્લામાં બાળવાથી ડાયોક્શીન વાયુ ઉત્પન્ન થાય છે જે ખુબજ ઝેરી છે અને સ્વાસ્થ્ય માટે અતિશય જોખમકારક છે.(B) અમદાવાદની સોસાયટીઓમાં ઝાડને ટ્રીમિંગ કાર્ય પછી કોર્પોરેશન દ્વારા ડાળખીઓ અને પાંદડા ઉઠાવવા માટે ની કોઈ વ્યવસ્થા નહિ હોવાથી ના છૂટકે લોકો તેને ખુલ્લામાં સળગાવી દે છે. જેનાથી પણ પ્રદુષણમાં વધારો થાય છે.                      no plantation દિલ્હીના પ્રદુષણ સાથે, સીધા જ સ્પર્ધામાં ઉતરેલા અમદાવાદના પ્રદૂષણ માટે જવાબદાર કોણ...???

પ્રદુષણ અટકાવવાના ઉપાયો

  1. જયારે જયારે પ્રદુષણ ની માત્રા વધે ત્યારે સરકાર દ્વારા એક ચોક્કસ નિષ્ણાતોની સમિતિ દ્વારા તપાસ હાથ ધરીને કારણો શોધીને ઉકેલવા ના પ્રયત્નો કરવા જોઈએ.
  2. જન પરીવહન વધારવું જોઈએ. કાર પુલિંગ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવી જોઈએ
  3. રોડ ની ગુણવત્તા સુધારવી જોઈએ
  4. જાહેર જન પરિવહન માટે ચાલતા તમામ વાહનો માટે CNG થી ચલાવવા જોઈએ
  5. પીરાણા જેવી ડમ્પિંગ સાઈટનો NGT ના નિર્દેશો મુજબ પાલન કરીને સત્વરે ઉકેલ લાવવો જોઈએ
  6. શહેરમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર અને ઉછેર જરૂરી છે.
  7. રોડની બંને બાજુ તેમજ ડીવાઈડર સાથે શક્ય હોય તો પાંચ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતા છોડ રોપવા જોઈએ.
  8. લોકોના અભિપ્રાય અને નિષ્ણાતોના સૂચનો લઈને સર્વગ્રાહી AIR ACTION PLAN બનાવીને તેનું અમલીકરણ કરવું જોઈએ.

સાવચેતીના પગલાઓ

  1. હવા પ્રદૂષણ વધાવાની સાથે એક ચોક્કસ પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડીને તેનું અમલીકરણ કરાવી હવા પ્રદૂષણનો ભોગ સંવેદનશીલ વ્યક્તિઓ (બાળકો, વૃદ્ધો અને દર્દીઓ જેવા) ના બને તેની કાળજી લેવી.
  2. તાત્કાલિક હવા પ્રદૂષણ રોકવા માટે જેતે વિસ્તારમાં એર પ્યોરિફાયર મુકવા જોઈએ.
  3. પાણીનો છંટકાવ કરવો જોઈએ.
  4. શ્વાસની બીમારીનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક મેડીકલ સર્વિસીસ ઉપલબ્ધ કરાવવી.
  5. રોડ ઉપર કામ કરતા લોકોને સવારે અને સાંજે (કે જે દરમ્યાન હવા પ્રદૂષણ વધારે થાય છે) કામમાં રાહત આપવી તેમજ ફૂટપાથ પર રહેતા લોકોને પ્રદૂષણથી બચવા યોગ્ય મદદ પૂરી પાડવી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.