Not Set/ કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા તો ભાજપે કોંગ્રસને ભૂતકાળ યાદ અપાવી

અમદાવાદ, કોંગ્રેસના વરિષ્ટ નેતા અર્જૂન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને અમૂલ પર અને ભાજપ પર આકરા પ્રહારો પ્રહારો કર્યા હતા. તો બીજી બાજુ ભાજપના પ્રવકતા આઈ.કે.જાડેજાએ અર્જુન મોઢવાડિયા પર પલટ વાર કર્યા હતા. કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા તો ભાજપે કોંગ્રસને ભૂતકાળ યાદ અપાવી પ્રહારો કર્યો હતા. કોગ્રેસના વરિષ્ટ નેતા અર્જૂન મોઢવાડિયા દ્રારા ખાસ પુરાવા […]

Top Stories Gujarat Politics Videos
mantavya 27 કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા તો ભાજપે કોંગ્રસને ભૂતકાળ યાદ અપાવી

અમદાવાદ,

કોંગ્રેસના વરિષ્ટ નેતા અર્જૂન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને અમૂલ પર અને ભાજપ પર આકરા પ્રહારો પ્રહારો કર્યા હતા. તો બીજી બાજુ ભાજપના પ્રવકતા આઈ.કે.જાડેજાએ અર્જુન મોઢવાડિયા પર પલટ વાર કર્યા હતા. કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા તો ભાજપે કોંગ્રસને ભૂતકાળ યાદ અપાવી પ્રહારો કર્યો હતા.

કોગ્રેસના વરિષ્ટ નેતા અર્જૂન મોઢવાડિયા દ્રારા ખાસ પુરાવા સાથે નિવેદન આપવામાં આવ્યુ  કે અમુલના 41 હજાર કરોડના ધંધામાંથી મલાઇ તારવી લેવા અમુલનુ પાછલા બારણેથી ભાજપ દ્રારા ખાનગીકરણ કરી કરોડો રૂપિયા ચાઉ કરી જવા છે.

અમુલ પેટર્ન સામે ભાજપ કામધેનુ પેટર્ન લાવી કરોડો રૂપિયા ચાઉ કરવાની યોજના ધડાઇ. પોરબંદરમા અમુલ દ્રારા સંધને રોજનુ 2 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી તે સમયના સહકારી મંત્રી બાબુ બોખરિયાએ પોરબંદર સંધ પાસે ઠરાવ કરીને  ત્રણગણા ભાવે કામધેનુ એન્ટરપ્રાઇઞ પેઢીના પ્લાન્ટ સાથે કરાર સંધી કરી હતી.

સાથેજ હાલમાં સરકારના મંત્રીઓ ઓગસ્ટ મહિનામાં અમૂલના ચેરમેન અને એમડીને બોલાવીને કામધેનુને ભાડુ વધારવાને પ્લાન્ટ સ્વીકારવાની સૂચના આપી. કોગ્રેસ દ્રારા આના વિરુધ લેખિતમાં રજૂઆતો રવામાં આવી પણ કોઇના પેટનુ પાણી ન હલ્યુ..સાથેજ વધુમાં જણાવ્યુ કે, અમુલના ચેરમેન અને એમ.ડી એ અમુલના બોર્ડની મંજૂરિ વગર જ કામધેનુ એન્ટર પ્રાઇસ ને પ્લાન્ટ લિઞ પર રાખવાની મંજૂરી આપીને અમુલની પેટર્ન અને પશુ પાલકોને દગો કર્યો છે.

ગુજરાત ભાજપ તેમના મુખ્ય કાર્યાલય ખાતે સતત 2 દિવસ બેઠેકો યોજશે. આજે પ્રદેશ હોદેદારોની બેઠેક યોજવામાં આવી છે. આવતીકાલે પ્રદેશ ભાજપની કારોબારી ની બેઠેક યોજાશે બને દિવસની બેઠેકમાં લોકસભાની ચૂંટણી  જીતવા અંગેની ચર્ચા થશે..રોડમેપ તૈયાર કરાશે અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં જ છે એટલે આવતીકાલે તેવો કમલમ ખાતે બેઠેકમાં આવે તેવી શકયતા છે. બેઠેક માં કોંગ્રેસનું ખેડૂત દેવા માફી અંગેના આંદોલન. હાર્દિકના ઉપવાસ આંદોલન ની પણ સમીક્ષા થશે …આઈકે જાડેજા એ જણાવ્યુ હતુ કે, અર્જુન ભાઈના મોઢેથી જાહેર જીવનમાં આવા હલકી કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે..

કૉંગ્રેસ બેબાકળી બની છે. કૉંગ્રેસના સમયમાં દૂધ ઉત્પાદન સંઘો બંદ કર્યા  હતા. સહકારી ક્ષેત્રમાંથી કૉંગ્રેસ ફેંકાઈ ગઈ છે. સૌરાષ્ટ્રની ડેરીઓ બંદ થઈ ત્યારે તમે ક્યાં હતા. બીજેપીએ આ ડેરીઓને જીવિત કરી..ગુજરાતામાં દૂધનું ઉત્પાદન વધ્યું છે. પશુ પાલન માટે અલગ વ્યવસ્થા કરી છે.

અમુલની અલગ વ્યવસ્થા છે. રામ સિંહ પરમાર જ્યારે કૉંગ્રેસમાં હતા. ત્યારે સોનાના લાગતા હતા. હવે વિરોધ થઈ રહ્યું છે. ખોટા આક્ષેપ કરી ને તેઓ અયોગ્ય કરી રહ્યા છે.