Not Set/ રાધનપુર/ રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ભરતી મુદ્દે આજે બારમા સોમવારે પણ આંદોલન ચાલુ 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન માં પાટણ નગરપાલિકાના ઉપ પ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ માં રાધનપુરનાં ધારાસભ્ય રધુભાઇ દેસાઈ  અને રાધનપુર કોંગ્રેસ ના કાયૅકરો જોડાયા હતા. રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ ની ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે બારમા સોમવારે પણ આંદોલન […]

Gujarat Others
nalini 8 રાધનપુર/ રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ભરતી મુદ્દે આજે બારમા સોમવારે પણ આંદોલન ચાલુ 
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન માં પાટણ નગરપાલિકાના ઉપ પ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ માં રાધનપુરનાં ધારાસભ્ય રધુભાઇ દેસાઈ  અને રાધનપુર કોંગ્રેસ ના કાયૅકરો જોડાયા હતા. રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ ની ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે બારમા સોમવારે પણ આંદોલન ચાલુ રહ્યું હતું.
કાનજીભાઈ પરમાર નગરપાલિકા રાધનપુર કારોબારી ચેરમેન અને નગર સેવક હરદાસ ભાઈ આહિર ચેરમેન પકાશ ભાઇ કનુભાઈ ઠક્કર ધીરૂભાઇ ઠક્કર રાધનપુર નગરપાલિકા પ્રમુખ અને આમ જનતા પણ આંદોલન માં મોટી સંખ્યામાં જોડાઈ હતી.
રેફરલ હોસ્પિટલ બચાવો બચાવો, બચાવો ના નારા લગાવ્યા અને સહી ઝુંબેશ હાથ ધરી હતી.
રાધનપુર ના ધારાસભ્ય રધુભાઇ દેસાઈ જણાવ્યું કે બારમા સોમવારે આવતા સરકાર ઝુકી છે  રાધનપુર રેફરલ હોસ્પિટલ ને સિવિલ હોસ્પિટલ બનાવવા માટે મંજૂરી આપવાની તૈયારી બતાવી છે પણ આંદોલન ચાલુ રહેશે  અમારી માંગ સિવિલ હોસ્પિટલ ની મંજુરી અને ઘટતા સ્ટાફ અને ડોક્ટરની ભરતી કરવામાં આવે પછી જ  અમારું આંદોલન બંધ થશે.  રાધનપુર વિસ્તારમાં બસો થીં વધારે ગામો નાં લોકો આ હોસ્પિટલ નો લાભ મેળવી શકે તે માટે સરકાર અમારી માંગણી પુરી જલ્કદી પૂરી કરે. તેવી અમારી માંગ છે. માંગણીઓ પૂરી થયા બાદ જ અમારું આંદોલન બંધ થશે.  રાધનપુર વિસ્તારના દર્દી  માટે સરકાર તાત્કાલિક ધોરણે ડોક્ટર, સ્ટાફ અને સિવિલ હોસ્પિટલ ની મંજુરી આપે તેવી માંગણી કરી રહેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.