Not Set/ ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા અડદિયાની માંગમાં વધારો

કચ્છમાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીના કારણે લોકો થીજી ગયા છે, પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનાં પ્રખ્યાત અડદિયાની માંગ વધી ગઈ છે

Top Stories Gujarat Others Trending
jetpur 3 2 3 ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા અડદિયાની માંગમાં વધારો

કચ્છમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ અડદિયાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં સારા સ્વાસ્થ્ય માટે સૌ કોઈ અડદિયા આરોગતા હોય છે.આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ મસાલા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ.

કચ્છના સ્પેશિયલ અડદિયા શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ વગેરે જેવા મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.

jetpur 3 2 4 ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા અડદિયાની માંગમાં વધારો

કચ્છમાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીના કારણે લોકો થીજી ગયા છે, પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનાં પ્રખ્યાત અડદિયાની માંગ વધી ગઈ છે, કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદિયા ઉપયોગી છે. દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે કચ્છમાં મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરે છે.શરીરને ગરમ રાખતા મસાલામાંથી અડદિયા બનાવાય છે હાલના ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે, જેના કારણે અડદિયાની માંગ વધી છે અડદની દાળ, ડ્રાયફ્રુટ, શુદ્ધ ઘી તેમજ શિયાળામાં શરીરને ગરમ રાખતા મસાલામાંથી અડદિયા બનાવાય છે, અડદિયા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અડદિયા જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે, જેમાં કોઈ જ શંકા નથી.

અડદિયાના એક કિલોના ભાવ 400થી લઈને 800 સુધીના છે, કોરોના મહામારી વચ્ચે પણ અડદિયાની માંગ જળવાયેલી છે. ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપરમાંડવી, મુન્દ્રા,નખત્રાણા, નલિયા, દયાપરની બજારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે, જે અડદિયા છેક કચ્છ નહિ પણ સમગ્ર ભારતમાં પહોંચે છે. વિદેશમાં વસતા કચ્છના લોકો પણ અચૂક અડદિયા મંગાવે છે. સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો પણ અડદિયા બનાવીને વેચતાં હોય છે. ઠંડીમાં અડદિયા ઉપરાંત ગુંદરપાક, ખજૂર પાકની પણ ડિમાન્ડ રહે છે, ત્યારે એક વખત અચૂક સૌ કોઈએ અડદિયા મંગાવીને સ્વાદ લેવું જોઈએ.

 

Bharuch / કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન

બનાસકાંઠા / ગુજરાતની સૌથી મોટી ગામપંચાયત, દિયોદરમાં જામ્યો રસાકસી ભર્યો ચૂંટણીનો જંગ

પુસ્તક પરબ / વાંચનપ્રેમી ભરતભાઈએ ગામમાં બનાવી લાઈબ્રેરી

આત્મનિર્ભર / આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે…