Not Set/ વાવાઝોડાના કારણે બાગાયતી પાકમાં થયેલ નુકશાન અંગે હેક્ટર દીઠ  મળશે આટલી સહાય

વાવાઝોડાના કારણે બાગાયતી પાકમાં થયેલ નુકશાન અંગે સરકારના પેકેજની જાહેરાત કરી છે.  સરકાર દ્વારા એક હેક્ટર દીઠ રૂપિયા એક લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 

Top Stories Gujarat
bag 2 2 વાવાઝોડાના કારણે બાગાયતી પાકમાં થયેલ નુકશાન અંગે હેક્ટર દીઠ  મળશે આટલી સહાય
  • આંબા- નાળીયેરી- ચીકુ- લીંબુ જેવા બાગાયતી પાકોના ફળ ઝાડ મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં હેક્ટર દિઠ વધુમાં વધુ રૂ. એક લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં અપાશે
  •  ઝાડ ઉભા હોય પરંતુ પાક ખરી પડ્યો હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ રૂ. ૩૦,૦૦૦ની સહાય રાજ્ય સરકાર કરશે
  •  ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ રૂ. ૨૦,૦૦૦ સહાય અપાશે

તાઉતે વાવાઝોડાને કારણે નુક્સાન પામેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પરિસ્થિતિને પૂર્વવત કરવાની તેમજ નુક્સાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. બાગાયતી પાક અને ખેતીવાડી વિસ્તારોમાં પણ જે નુક્સાન થયું છે . હાલ તમામ અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે ચાલી રહ્યો છે, તેમાં પણ સરકાર ઉદાર હાથે ખેડૂતોને પેકેજ આપ્યું છે. વાવાઝોડાના કારણે બાગાયતી પાકમાં થયેલ નુકશાન અંગે સરકારના પેકેજની જાહેરાત કરી છે.  સરકાર દ્વારા એક હેક્ટર દીઠ રૂપિયા એક લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના ૮૬ તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે. વાવાઝોડા ગ્રસ્ત ખેડૂતોને રૂપિયા ૫૦૦ કરોડની સહાય કરાશે. અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં સરકાર સીધી રકમ જમા કરવામાં આવશે.

આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્સ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.

બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. ૩૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં ૩૩ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. ૨૦,૦૦૦ ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટ ડીબીટીથી જમા કરાવી દેવાશે. એટલું જ નહિ, નુકસાનીનો સર્વે પણ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવાશે.

‘તાઉતે’ વાવાઝોડના પરિણામે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને અનુલક્ષીને રાજ્ય સરકાર તમામ પ્રકારના આવશ્યક પગલાઓ તાત્કાલિક લઇ રહી છે અને ત્વરાએ સ્થિતી પૂર્વવત થાય તે માટે સૌ કામે લાગ્યા છે. કૃષિ મંત્રી આર. સી. ફળદુએ તાઉતે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં બાગાયતી પાકો તેમજ ઊનાળુ પિયત પાકોને થયેલી નુકશાનીના અંદાજો-સર્વે માટે ગ્રામસેવકોની ૪૩૭ ટીમ બનાવીને સર્વે કામગીરી વ્યાપકપણે હાથ ધરાઇ છે.  ખાસ કરીને નાળિયેરી, આંબા, લીંબુ જેવા બાગાયતી પાકોના ૧૬ લાખ ૪ર હજાર જેટલા વૃક્ષોને આ વાવાઝોડાથી નુકશાન પહોચ્યુ છે અને તે અન્વયે ૮૬ ટકા જેટલો સર્વે પૂર્ણ થઇ ગયો છે.

ફળદુએ એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરક માર્ગદર્શનમાં કૃષિ વિભાગે સૌ પ્રથમવાર કૃષિ વૈજ્ઞાનિકોને ફિલ્ડમાં મોકલીને આવા બાગાયતી પાકોના વૃક્ષોના પૂન: સ્થાપન માટેનો અભિગમ અપનાવ્યો છે.
કૃષિ મંત્રીએ કહ્યું કે, બાગાયતી પાકો સાથે ઊનાળુ પાકો મગફળી, તલી, અડદ, બાજરો અને દક્ષિણ ગુજરાતમાં વેલાવાળા શાકભાજી પકવતા ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે પણ વિભાગે હાથ ધર્યો છે.