મુંબઈ,
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આપવામાં આવનારા આરક્ષણને લઈ સામે આવી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકવા જઈ રહ્યું છે. ગુરુવારે રાજ્યની ફડનવીસ સરકાર દ્વારા આ બીલને વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મોટો દાવ રમતા સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમીશન દ્વારા કરાયેલી દલીલોના આધાર પર ૧૬ ટકા મરાઠા આરક્ષણનું બીલ પારિત કરાયું છે. વિધાનસભામાં આ બીલ ધ્વનિમતથી રજૂ કરાયું હતું અને ત્યારબાદ તેને વિધાન પરિષદ દ્વારા પણ અંતિમ મહોર મારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફડનવીસ સરકાર દ્વારા આ પહેલા મરાઠા આરક્ષણના બીલને મંજૂરી આપી હતી.
![મહારાષ્ટ્ર : વિધાનસભામાં પાસ થયું મરાઠા આરક્ષણ બીલ, અપાઈ શકે છે ૧૬ % અનામત 2 images 1533115570449 maratha1 મહારાષ્ટ્ર : વિધાનસભામાં પાસ થયું મરાઠા આરક્ષણ બીલ, અપાઈ શકે છે ૧૬ % અનામત](https://www.mumbailive.com/images/news/images_1533115570449_maratha1.jpg?w=1080)
આ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે, સરકારને સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમીશનનો એક રિપોર્ટ મળ્યો હતો, જેમાં ત્રણ દલીલો કરવામાં આવી હતી. મરાઠા સમુદાયને સોશિયલ એન્ડ ઇકોનોમિક બેકવર્ડ કેટેગરી (SEBC) હેઠળ અલગથી આરક્ષણ આપવામાં આવશે અને આ માટે એક કેબિનેટ સબ કમિટી પણ બનાવવામાં આવી હતી”.
અનામતના કોટા પર SBCCના રિપોર્ટ અંગે થયો હંગામો
મહત્વનું છે કે, મરાઠા કોટા પર સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમીશન દ્વારા વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવાની માંગને લઇ મંગળવારે હંગામો થયો હતો.
આ મામલે CM દેવેન્દ્ર ફડનવીસ વિપક્ષી પાર્ટીઓ પર મરાઠા સમાજના અનામતના કોટા માટેની કાર્યવાહીમાં વિક્ષેપ પહોચાડવાનો આરોપ લગાવ્યો હતો