Not Set/ #Budget2019: PM મોદીએ ગણાવ્યું બજેટને “ગ્રીન બજેટ”, જાણો શું કહ્યું વધુમાં..

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્રારા પૂર્ણકાલીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમન દ્રારા સંસદમાં રજૂ કરવામા આવેલા આ બજેટને PM મોદીએ ગ્રીન બજેટ ગણાવ્યું છે. PM દ્રારા બજેટને નવા ભારતનાં નિર્માણમાં મહત્વ પૂર્ણ કડી રૂપ પણ ગણાવવામા આવ્યું હતું. PMનાં અનુસાર આ બજેટ દેશને સમૃદ્ધ બનાવનાર સાબિત થશે. અને બજેટથી દેશના વિકાસની ઝડપ […]

Top Stories India
budget #Budget2019: PM મોદીએ ગણાવ્યું બજેટને "ગ્રીન બજેટ", જાણો શું કહ્યું વધુમાં..

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્રારા પૂર્ણકાલીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમન દ્રારા સંસદમાં રજૂ કરવામા આવેલા આ બજેટને PM મોદીએ ગ્રીન બજેટ ગણાવ્યું છે. PM દ્રારા બજેટને નવા ભારતનાં નિર્માણમાં મહત્વ પૂર્ણ કડી રૂપ પણ ગણાવવામા આવ્યું હતું. PMનાં અનુસાર આ બજેટ દેશને સમૃદ્ધ બનાવનાર સાબિત થશે. અને બજેટથી દેશના વિકાસની ઝડપ વધુ તિવ્ર થશે. PM મોદી દ્રારા ભરતીય અર્થતંત્રને આવનાર સમયમાં 5000 કરોડનું અર્થતંત્ર બનાવવાનો માઇલ સ્ટોન રાખવામા આવ્યો છે ત્યારે સામાન્યથી લઇને શહેશાહ સુધીના લોકોને આવરી લેતું આ જન-જનનું બજેટ દેશની દિશા અને દશા નકીક કરશે

budget2 #Budget2019: PM મોદીએ ગણાવ્યું બજેટને "ગ્રીન બજેટ", જાણો શું કહ્યું વધુમાં..

PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે બજેટ દેશને સમૃદ્ધ અને જન-જનને સમર્થ બનાવનાર બજેટ છે. બજેટથી ગરીબોને બળ મળશે અને યુવાનોને સારું ભવિષ્ય મળશે. બજેટનાં માધ્યમથી મધ્યમ વર્ગને પ્રગતિ મળશે. અન વિકાસની ગતીમાં તિવ્રતા આવશે. બજેટથી ટેક્સ વ્યવસ્થામાં સરળતા આવશે. તો સાથે સાથે જ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકરણ તરફ દોરી જતું સર્વત્ર વિકાસલક્ષી બજેટ છે.

budget3 #Budget2019: PM મોદીએ ગણાવ્યું બજેટને "ગ્રીન બજેટ", જાણો શું કહ્યું વધુમાં..

PM મોદીએ કહ્યું કે બજેટ ઉદ્યોગ અને ઉદ્યોગ સાહસિકોને મજબૂત બનાવશે. સાથે જ દેશમાં મહિલાઓની વ્યાવસાયીક ભાગીદારીમાં વધારો કરનારુ બજેટ બની રહશે. આ ગ્રીન બજેટમાં પર્યાવરણ, ઇલેક્ટ્રિક મોબિલિટી અને સોલાર સેક્ટર પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આજે આશાઓ અને આત્મવિશ્વાસથી ભરેલો દેશ જ્યારે પાછલા 5 વર્ષમાં નિરાશાના વાતાવરણને છોડી ચૂક્યો ત્યારે આ બજેટ દેશને વિકાસનું આંધણ આપશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.