Not Set/ આ સુંદર ચહેરા પાછળ છે મોટું ષડયંત્ર, ફેસબુક રિક્વેસ્ટ ન સ્વીકરવામાં રહેશે આપની ભલાઇ

ભારતને સૌથી વધુ પરેશાન કરતો દેશ પાકિસ્તાન પોતાની હરકતોથી હંમેશા ભારતનાં વિકાસને રોકવાનો પ્રયત્ન કરતુ આવ્યુ છે. તાજેતરમાં સામે આવેલો બનાવ તે વાતનું ઉદાહરણ પૂરુ પાડે છે. આપને જણાવી દઇએ કે, ફેસબુક પ્રોફાઈલ પેઝ પર અનિકા ચોપડા નામની એક યુવતી છે, જે પોતાને મિલિટ્રી નર્સિંગ કોપમાં આર્મી કેપ્ટન હોવાનુ બતાવે છે. મનમોહક હસી ધરાવતી આ […]

Top Stories India
c175339f119096a6466a22cb425c3b9d આ સુંદર ચહેરા પાછળ છે મોટું ષડયંત્ર, ફેસબુક રિક્વેસ્ટ ન સ્વીકરવામાં રહેશે આપની ભલાઇ

ભારતને સૌથી વધુ પરેશાન કરતો દેશ પાકિસ્તાન પોતાની હરકતોથી હંમેશા ભારતનાં વિકાસને રોકવાનો પ્રયત્ન કરતુ આવ્યુ છે. તાજેતરમાં સામે આવેલો બનાવ તે વાતનું ઉદાહરણ પૂરુ પાડે છે. આપને જણાવી દઇએ કે, ફેસબુક પ્રોફાઈલ પેઝ પર અનિકા ચોપડા નામની એક યુવતી છે, જે પોતાને મિલિટ્રી નર્સિંગ કોપમાં આર્મી કેપ્ટન હોવાનુ બતાવે છે. મનમોહક હસી ધરાવતી આ બલાનાં જાળમાં જે પણ આવ્યા છે તે ઘણી તકલીફોનાં શિકાર બન્યા છે. થોડા સમય પહેલા નારનૌલનાં બસઈ ગામ નિવાસી રવીંદ્ર યાદવ તેનો તાજો શિકાર બન્યો. તેણે પોતાની મીઠી મીઠી વાતો કરી રવીંદ્ર પાસેથી ઘણી ખાનગી જાણકારીઓ નિકાળી દીધી હતી. જે કારણે હવે રવીંદ્ર ગુપ્તચર પોલીસ કસ્ટડીમાં છે.

જાણકારોની માનીએ તો, અનિકા અસલમાં પાકિસ્તાનનો એક સુંદર ષડયંત્ર છે, જે ભારતીય સેનાનાં જવાનોને પોતાની જાળમાં ફસાવી તેમની પાસેથી ગુપ્ત જાણકારીઓને મેળવી લે છે. આપને જાણીને નવાઇ લાગશે પણ અનિકા હનીટ્રેપનાં મામલામાં સેનાનાં 50 જવાન ભારતીય ગુપ્ત એજન્સીઓનાં રડાર પર છે. જેમાથી અત્યાર સુધીમાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોનું કહેવુ છે કે, અનિકા ચોપડા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરે છે. તે પહેલા પણ ઘણા અન્ય ભારતીય સેનાથી જોડાયેલા યુવકોને પણ પોતાની જાળમાં ફસાવી ચુકી છે. આ તેનો ત્રીજો મામલો છે, જેમા તેણે નારનૌલનાં ગામ બસઈ નિવાસી ભારતીય સેનાનાં જવાન રવીંદ્ર યાદવને હનીટ્રેપમાં ફસાવ્યો.

સેનાનો એક યુવક પણ હનીટ્રેપમાં ફસાયો હતો

સેનાનાં જવાનોને હનીટ્રેપથી ફસાવાનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ સેનાનો એક જવાન આ વર્ષનાં જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર હનીટ્રેપમાં ફસાયા બાદ આઈએસઆઈને ગુપ્ત માહિતી આપત હતો, જેને અંતે ધરપકડ કરવામાં આવી હતી. સોમવીર નામનો આ જવાન રાજસ્થાનનાં જૈસલમેર જિલ્લામાં ફરજ બજાવતો હતો. જે રોજ અનિકા ચોપડા નામની પ્રોફાઈલ સાથે વાતચીત કરતો, જેનુ સંચાલન આઈએસઆઈ કરતી હતી. જવાને પોતાની યૂનિટ અને તેમની મૂવમેન્ટની બધી જાણકારી આપી હતી.

સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર સેનાની હવે લાલ આંખ

હનીટ્રેપનાં વધી રહેલા મામલાને જોતા સેનાએ સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર સખત ગાઇડલાઇન્સ બહાર પાડી છે. ગાઇડલાઇન્સ મુજબ સેનાનો કોઇ પણ જવાન સોશિયલ મીડિયા પર વર્દી સાથે ફોટો પડાવશે નહી. સાથે તે કયા પદ પર છે અને ક્યા તેની પોસ્ટીંગ કરવામાં આવી છે તેની જાણકારી સોશિયલ મીડિયામાં આપી શકાશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન