Not Set/ રાજ્યમાં નવા કેસની સાથે મૃત્યુ આંકમાં પણ ઘટાડો, તો સાથે રીકવરીમાં મોટો વધારો નોધાયો..

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  છેલ્લાં 24 કલાકમાં 3,085 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,97,997  પહોંચ્યો છે. 

Top Stories Gujarat
corona spread 7 રાજ્યમાં નવા કેસની સાથે મૃત્યુ આંકમાં પણ ઘટાડો, તો સાથે રીકવરીમાં મોટો વધારો નોધાયો..

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર સતત ધીમી પડી રહી છે. રાજ્યમાં નવા કેસ અને મોતના આંકડામાં ઘણો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સાથે રીકવરી ની સંખ્યામાં ઘણો મોટો વધારો જોવા મળી રહ્યો છે.  તો સાથે રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  છેલ્લાં 24 કલાકમાં 3,085 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,97,997  પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 36 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 10,007 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  7,32,748 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 55,548 છે.

 અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 362 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 227 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 172 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 362 કેસ, જ્યારે ગ્રામ્યમાં 164 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 120 કેસ અને ગ્રામ્યમાં 63 કેસ નોંધાયા છે

26 may corona update રાજ્યમાં નવા કેસની સાથે મૃત્યુ આંકમાં પણ ઘટાડો, તો સાથે રીકવરીમાં મોટો વધારો નોધાયો..