Not Set/ BUDGET 2019 : 1 લાખ ગામો ડીજીટલ બનશે,બે ઘર લેશો તો પણ નહીં લાગે ટેક્સ

દિલ્હી, સંસદમાં બજેટ રજૂ કરતાં  કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે, ભારત સ્ટાર્ટઅપમાં બીજુ સૌથી મોટુ હબ બન્યુ છે. સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીઓ પર પ્રોગ્રામો બનાવવામાં આવ્યા છે અને નેશનલ સેંટર તૈયાર કરવામાં અવ્યા છે.આ ઉપરાંત સેંટર ઓફ એક્સીલેન્સ પણ તૈયાર કરાયા છે અને ટૂંક સમયમાં નેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટલ પણ બનાવવામાં આવશે. પિયુષ […]

Top Stories Trending
budget BUDGET 2019 : 1 લાખ ગામો ડીજીટલ બનશે,બે ઘર લેશો તો પણ નહીં લાગે ટેક્સ

દિલ્હી,

સંસદમાં બજેટ રજૂ કરતાં  કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે, ભારત સ્ટાર્ટઅપમાં બીજુ સૌથી મોટુ હબ બન્યુ છે. સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીઓ પર પ્રોગ્રામો બનાવવામાં આવ્યા છે અને નેશનલ સેંટર તૈયાર કરવામાં અવ્યા છે.આ ઉપરાંત સેંટર ઓફ એક્સીલેન્સ પણ તૈયાર કરાયા છે અને ટૂંક સમયમાં નેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટલ પણ બનાવવામાં આવશે.

પિયુષ ગોયેલે કરી જાહેરાત પ્રમાણે મોબાઇલ ડેટા વપરાશમાં ભારત પ્રથમ સ્થાને છે અને માસિક ડેટા કંઝમ્પ્શનમાં 50 ગણો વધારો થયો છે. વિશ્વમાં સૌથી સસ્તી ડેટા અને કૉલિંગ. મોબાઇલ કંપનીઓ ભારતમાં નોકરી આપી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં કોમન સર્વિસ સેંટર વધી રહ્યા છે અને ડિજિટલ વિલેજ તૈયાર થઈ રહ્યા છે આગામી પાંચ વર્ષમાં, એક લાખ ડિજિટલ વિલેજ બાંધવામાં આવશે.આવકવેરાના રીટર્ન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે આગામી બે વર્ષમાં વેરિફિકેશન્સ પણ ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે.સ્કુટની માટે ઓફિસમાં જવાની જરૂર નથી. જેથી કોની સ્કુટની અને કોણ અધિકારી તે ખબર પણ નહિ પડે. ગ્રામીણ વિસ્તારોમાં સેવાઓ પૂરી પાડવા માટે કોમન સર્વિસ સેંટર સ્થાપના આવ્યા છે. આ કેન્દ્રોમાં લોકોને વીમા, પેન્શન, બેંકિંગ અને સ્કોલરશિપ જેવી સેવાઓ વિશેની માહિતી મળવે છે. કોમન સર્વિસ સેંટરમાં ઝડપથી વધારો થયો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે 2014 માં દેશના 84 હજાર કોમન સર્વિસ સેંટર હતા જે વધી ને હવે  3 લાખ ગયા છે.પિયુષ ગોયલના કહેવા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં ફાઇબર નખાવ્યા,અને ગામડે ગામડે વાઇફાઇ સેવાઓ  શરૂ  કરવામા આવી રહી છે. 90 ટકાથી વધુ ભારતીય નાગરિકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. સરકાર દાવો કરે છે ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્રો બાંધવામાં આવ્યા છે. અને 40 હજાર ગ્રામ પંચાયતોમાં વાઇફાઇ હોટ સ્પોટ સ્થાપિત કરવામાં આવ્યા છે.

બે ઘર લેશો તો પણ ટેક્સ નહીં લાગે

મોદી સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને લોકોને ખુશ કરનારું બજેટ રજૂ કર્યું છે, બજેટમાં નાણાં મંત્રીએ ખેડૂતોથી માંડીને વેપારીઓને તેમજ પગારદાર વર્ગને મોટી રાહત આપી છે, અને જો તમે પણ બે ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો અથવા તો તમારી પાસે પહેલાંથી બે ઘર હોય તો મોદી સરકારે મોટી રાહત આપી છે, નવી જાહેરાત પ્રમાણે બે ઘર લેશો તો પણ તમારે ટેક્સ નહીં ભરવો પડે, નોંધનીય છે કે અત્યાર સુધી માત્ર 2 લાખ રૂપિયા સુધીના હોમ લોન વ્યાજ પર જ ઇન્કમટેક્સમાં છૂટછાટ મળતી હતી, હવે આ જાહેરાતનો ફાયદો દેશના કરોડો લોકોને મળશે.