Not Set/ video: 70 ફૂટ ઊંડા કૂવામાંથી કરાયું અજગરનું રેસ્ક્યુ

લાલપુરના ખટિયા ગામની એક વાડીમાં અજગર પકડવાનું રેસક્યું કરવામાં આવ્યું હતું. વાડીના કૂવા માંથી અજગરને  સુરક્ષિત બહાર કાઢી પ્રકૃતિના ચરણે છોડી મૂકવવામાં આવ્યું હતું. જ્યારે અજગ ને સુરક્ષિત બહાર કાઢી લેવાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો  હતો. ઇંડિયન રોક પાયથોન નામિક આ અજગર લગભગ 5 ફૂટની લંબાઈ ધરાવે છે અને લોકો માટે ખતરનાખ સાબિત પણ થઈ શકે છે. […]

Top Stories Gujarat Others Videos
mantavya 216 video: 70 ફૂટ ઊંડા કૂવામાંથી કરાયું અજગરનું રેસ્ક્યુ

લાલપુરના ખટિયા ગામની એક વાડીમાં અજગર પકડવાનું રેસક્યું કરવામાં આવ્યું હતું. વાડીના કૂવા માંથી અજગરને  સુરક્ષિત બહાર કાઢી પ્રકૃતિના ચરણે છોડી મૂકવવામાં આવ્યું હતું. જ્યારે અજગ ને સુરક્ષિત બહાર કાઢી લેવાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો  હતો.

ઇંડિયન રોક પાયથોન નામિક આ અજગર લગભગ 5 ફૂટની લંબાઈ ધરાવે છે અને લોકો માટે ખતરનાખ સાબિત પણ થઈ શકે છે. પરંતુ લખોટા નેચર કલબના સભ્ય દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકી આ ઇંડિયન રોક પાયથોનને સુરક્ષિત બાહર કાઢયો હતો.

લાખોટા નેચર કલબના સભ્ય સાથે મંતવ્ય ન્યૂઝની ટીમે વાતચીત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આ વિસ્તારમાં આવા અનેક અજગર સહિત સાંપ નીકળતા હોય છે. જેને લઇને છેલ્લા 7 થી 8 વર્ષથી તેઓ આ કાર્યમાં જોડાયેલ છે. તેમજ આ અજગર વિશેની માહિતીમાં તેઓએ જણાવ્યુ હતું કે, ઇંડિયન રોક પાઈથોન નામનોઆ અજગર છે અને તેઓએ અત્યાર સુધી 131 ઇંડિયન પાયથોન અજગરનો રેસક્યું કરેલ છે. લગભગ 5 ફૂટ લંબાઈ ધરાવતા આ ઇંડિયન રોક પાયથોન ભારત દેશમાં વધુ જોવા મળે છે અને તે ખતરનાખ પણ સાબિત થઈ શકે છે. લગભગ 70 ફૂટ ઊંડા કૂવામા આ ફસાયેલા અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.