Suicide/ પ્રેમમાં નાકામ યુવકે પ્રેમિકાના ઘરની સામે જ આપ્યો જીવ, કહ્યું – તેરી ગલિયો મેં..

રાજકોટ શહેરમાં આવેલા ઘંટેશ્વર 25 વરિયા કવાર્ટરમાં રહેતા વિપુલભાઇ વલ્લભભાઇ મકવાણા (ઉ.વ .27) તેના પોતાના ઘરની નજીક રહેતી એક યુવતીને પ્રેમ કરતો હતો. તે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ મહિલા તેની સાથે સબંધ તૂટી નાખ્યા હતા.

Rajkot Gujarat
a 165 પ્રેમમાં નાકામ યુવકે પ્રેમિકાના ઘરની સામે જ આપ્યો જીવ, કહ્યું - તેરી ગલિયો મેં..

રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાના ઘર સામે ઝેર પીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે અવી છે. ગર્લફ્રેન્ડ તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા, જેનાથી તે ખૂબ જ દુ:ખી હતો. પ્રખ્યાત મોહમ્મદ રફીનું ગીત તેરી ગલિયો મેં ના રખેંગે કદમ આજ કે બાદ ગાતા તેણે ગર્લફ્રેન્ડના ઘરની સામે ઝેર પીધું હતું. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

રાજકોટ શહેરમાં આવેલા ઘંટેશ્વર 25 વરિયા કવાર્ટરમાં રહેતા વિપુલભાઇ વલ્લભભાઇ મકવાણા (ઉ.વ .27) તેના પોતાના ઘરની નજીક રહેતી એક યુવતીને પ્રેમ કરતો હતો. તે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ મહિલા તેની સાથે સબંધ તૂટી નાખ્યા હતા.

યુવક યુવતીથી અલગ થવાથી ખૂબ જ દુ:ખી હતો. સોમવારે તે યુવતીના ઘરની સામે ગયો અને ગીત ગાતી વખતે ઝેર પીધું હતું. સ્થાનિક લોકો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ વિપુલની પ્રેમિકાની પૂછપરછ કરવામાં આવી છે. તેણે વિપુલ સાથે પ્રેમ સંબંધ હોવાનું કબૂલ્યું છે. પોલીસે જણાવ્યું કે મૃતક યુવક સાવરકુંડલા રહેતો હતો, જે રાજકોટમાં ઓટ્ટો રીક્ષા ચલાવતો હતો. આ ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો