Suicide/ સસ્તા અનાજની દુકાનના કોમ્પ્યુટર ઓપરેટરે કર્યો આપઘાત, કારણ હજી અકબંધ

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Vadodara
a 164 સસ્તા અનાજની દુકાનના કોમ્પ્યુટર ઓપરેટરે કર્યો આપઘાત, કારણ હજી અકબંધ

કોરોના વાયરસના કહેરમાં રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાંથી પણ આત્મહત્યાની એક ઘટના સામે આવી છે.

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આપઘાત કરનાર યુવક વડોદરાના ગોરવામાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો અને જયારે તેમનો પરિવાર બહાર ગામ ગયો હતો અને પોતે ઘરમાં એકલા હતા, ત્યારે શાંતિલાલે ઘરમાં અગમ્ય કારણોસર પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ત્યારબાદ હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો