અમરેલી/ બાબરામાં કાળી ચૌદશે મોટું પાપ, માનતા પૂર્ણ કરવા બે પશુઓની બલી ચઢાવાઈ

બાબરામાં કાળી ચૌદસે માનતાના નામે પશુબલી માતાજીના મઢે બે નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી પ્રસાદ કરતી વેળાએ વિજ્ઞાન જાથાની ટીમ અને બાબરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્રાટકતા નાશ ભાગ

Gujarat Others
YouTube Thumbnail 2023 11 12T122315.506 બાબરામાં કાળી ચૌદશે મોટું પાપ, માનતા પૂર્ણ કરવા બે પશુઓની બલી ચઢાવાઈ
  • અમરેલીમાં પાખંડી ભુવાએ બે મૂંગા પશુની ચડાવી બલી
  • લોકોના દુઃખ મટાડવાનો ઢોંગ કરતા ભુવાનું કારસ્તાન
  • પશુના લોહીનો છંટકાવ કરી માતાજીને પ્રસન્ન કરવાનું કહેતો

Amreli News: 21મી સદીના કમ્પ્યુટર અને ડિઝીટલ યુગમાં પણ 18મી સદીની પ્રતિતિ થાય તેવી અંધ શ્રધ્ધાની શરમજનક ઘટના બાબરા ખાતે પ્રકાશમાં આવી છે. બાબરાના વાલ્‍મિકી વાસમાં ભુવા રમેશભાઈ વાડોદરા અને તેના સાગ્રિતો અનિલ ભુવા, અજય ભુવા અને વિનુ ભુવા નામના ત્રણ શખ્‍સો કુલ ચાર શખ્‍સો સામે એક રમેશભાઈ ભુવા મુખ્‍ય પ્રણેતા એની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે પોલીસે ચારેયની અટક કરી છે.

બાબરા પોલીસ સ્ટેશન પાછળ જ રહેતા અને ઘરે મેલડી માતાજીનું મંદિર બનાવી દસેક વર્ષથી દાણા જોવાનું કામ કરતા રમેશ વાડોદરા નામના ભુવાએ અનિલ ભુવા, અજય ભુવા અને વિનુ ભુવાની મદદથી ગઇકાલે રાત્રે 12 વાગે કાળી ચૌદશ શરુ થતાની સાથે જ બે બકરાનો વધ કરી માતાજીને બલી ચલાવવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

આ ઘટનામાં વિજ્ઞાન જાથાને માહિતી હતી કે છેલ્લા 10 વર્ષથી રમેશ દોરા ધાગા જોવાનું કામ લોકોના દુ:ખ દર્દ મટાડવાનું કામ કરે છે આ ભુવા પાસે હિન્દુ – મુસ્લિમના વિવિધ લોકો પણ આવતા હતા જે તેને કબુલાત પણ આપી દીધી હતી દર મહિને સ્થળે મઢ પોતાના ઘરમાં રાખીને નિર્દોષ પશુઓની બલી ચઢાવતા હતા અત્યાર સુધીમાં 400 આસપાસ નિર્દોષ પશુને બલિ ચડાવી દીધી છે તેવી કબુલાત આપી દીધી કાપવાના સાધનો હતા બધાય જપ્ત કરવામાં આવેલ હતાં. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા ના નેતૃત્વમાં અંકલેશ ગોહિલ, રોમિતભાઈ રાજદેવ, વિનુભાઈ લોદરીયા, ભભલુભાઈ ધાધલ, મનીષભાઈ ઘુઘલ સાથે અને સ્થાનિક કાર્યકરો સાથે રહ્યા હતાં.

આ બાબરા પંથકની અંદર જે પશુબલીની ઘટના બની અને કબૂલાત આપી કે હવે પછી ક્યારેય અમે પશુની હત્યા કરીશું નહીં અને મીઠી માનતા રાખીશું વિજ્ઞાન જાથાને અમરેલીના એસપીએ મદદ કરી અને બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સબ ઇસપેક્ટ અને પોલીસનો સમગ્ર સ્ટાફ ફાળવી દેતા આંખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. વિજ્ઞાન જાથાએ પોલીસ તંત્રને અભિનંદન આપી અને આ પશુબલીનો રિવાજ છે કાયમી આ પરિવાર બંધની જાહેરાત કરી છે પરંતુ ગુના સંબંધી હ્લૈંઇની કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસમાં હકીકત નીકળશે તે અંગે વિવિધ કલમો હેઠળ અને કુરર્તાપૂર્વક હત્યા સંબંધી કલમો લગાડવામાં પોલીસ તજવીજ કરી રહી છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નેતૃત્વમાં અંકલેશ ગોહિલ, રોમિતભાઈ રાજદેવ, વિનુભાઈ લોદરીયા, ભભલુભાઈ ધાધલ, મનીષભાઈ ઘુઘલ સાથે અને સ્થાનિક કાર્યકરો સાથે રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બાબરામાં કાળી ચૌદશે મોટું પાપ, માનતા પૂર્ણ કરવા બે પશુઓની બલી ચઢાવાઈ


આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો

આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…

આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ