Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. હરેશ ઝાલા મામલે, વોઈસ રેકોર્ડિંગ નું એફ.એસ.એલ. કરવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના ડો. હરેશ ઝાલા ના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિન્ડિકેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સમાજ શાસ્ત્ર ના એચઓડી ડો. હરેશ ઝાલાનો પીએચ.ડી.ની વિદ્યાર્થીની સાથે બિભત્સ વાતો કરતો ઓડિયો વાયરલ થયો હતો તેના  મામલે સિન્ડિકેટ બેઠક મળી હતી.  જેમાં મહત્વના ચાર નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ ઘટના […]

Rajkot Gujarat
bhatavar 9 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. હરેશ ઝાલા મામલે, વોઈસ રેકોર્ડિંગ નું એફ.એસ.એલ. કરવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના ડો. હરેશ ઝાલા ના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિન્ડિકેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સમાજ શાસ્ત્ર ના એચઓડી ડો. હરેશ ઝાલાનો પીએચ.ડી.ની વિદ્યાર્થીની સાથે બિભત્સ વાતો કરતો ઓડિયો વાયરલ થયો હતો તેના  મામલે સિન્ડિકેટ બેઠક મળી હતી.  જેમાં મહત્વના ચાર નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ ઘટના ઉપર ગોષ્ટી કરવામાં આવી હતી. યુનિવર્સીટીમાં આ પ્રકારની ઘટના સામે આવતા  સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની સાખ ખરડાઈ છે.

તેને ધ્યાનમાં રાખી ડો. હરેશ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.  મીડિયા સાથે વાત કરતા કુલપતિ ડૉ નીતિન પેથાણીએ જણાવ્યું કે ઓડીઓ ક્લિપ જે વાઈરલ થઈ હતી તેના માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે જેથી કરી તે વોઈસ રેકોર્ડિંગ નું એફ.એસ.એલ. કરવામાં આવશે જેથી કરી આ સમગ્ર મામલા પર થી પડદો ઉપડી શકે. આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા નિવૃત્ત જજની કમિટી ની રચના કરવામાં આવશે. જેથી કરી આ મામલો પર ઠોસ નિર્ણય લઈ શકાય આ સાથે  પ્રોફેસર હરેશ ઝાલાનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન