બનાસકાંઠા/ પાણી માટે વલખા મારતા આ જિલ્લા માટે આવ્યા ખાસ સમાચાર, ચેરમેનની આગવી સૂઝથી થયું એવું કે…

બનાસકાંઠા ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી થકી એક ઝુંબેશ ઉપાડવામાં આવી જેમાં જિલ્લા ના 100 કરતા વધુ તળાવ ઉડા થવાની કામગીરી પુરી થવાના આરે છે

Gujarat Others
ચેરમેન

સતત પાણી માટે વલખા મારતો સૂકોભટ બનાસકાંઠા જિલ્લો આજે બનાસકાંઠાના ચેરમન ની આગવી સૂઝ થકી વૃક્ષારોપણની મહાઝુંબેશ અને તળાવ ઉડા કરવાની કામગીરીમાં જોડાયો ક્યાંકને ક્યાંક બનાસકાંઠા જિલ્લો બનાસ ડેરીના પ્રયત્ન થકી આવનારા વર્ષોમાં ફરી હરિયાળો બને એવી અપેક્ષા સેવતા જિલ્લા વાસીઓ.

બનાસકાંઠા જિલ્લામાં હાલ પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા ઉભી થઇ છે વૃક્ષો કપાતા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટ્યું ન દરેક જગ્યાએ કેનાલ આવી કે ન ક્યાંય તળાવ ભરાયા ત્યારે બનાસકાંઠા ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી થકી એક ઝુંબેશ ઉપાડવામાં આવી જેમાં જિલ્લા ના 100 કરતા વધુ તળાવ ઉડા થવાની કામગીરી પુરી થવાના આરે છે અને ઉજ્જડ થવા ગયેલ જિલ્લો ફરી હરિયાળો બને એ માટે વૃક્ષો વાવવાનું મહાઝુંબેશ શરૂ કરવામાં આવી પર્વત પર ખેતરના શેઢા પર ખુલ્લી જમીનમાં વૃક્ષો વાવાનું અભિયાનને જન અભિયાન બનાવ્યું છે.

બનાસકાંઠાના ગામડામાં સિડ્સબોલ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જે 5 જૂને અલગ અલગ ટુકડી દ્રારા જંગલ અને પહાડી વિસ્તાર માં નાખવામાં આવશે જે વરસાદ આવતા સિડ્સબોલ માં રહેલ બિયારણ થકી વૃક્ષ ઉગશે જેનો બીજા વર્ષે પણ સફળ પ્રયોગ કરવામાં આવશે.

વૃક્ષ માટેનું અભિયાન માત્ર ને માત્ર જંગલ કે પહાડી વિસ્તાર  પૂરતું ન રહે એ માટે દરેક ગામડા સુધી વાત પહોંચાડવામાં બનાસ ડેરી સફળ થઈ છે જેના પરિણામ થકી આજે લાખો ગ્રામીણ મહિલાઓ સિડ્સબોલ બનાવી રહી છે જે એક જિલ્લા ને ફરી હરિયાળો બનાવી ને જ ઝપસે ગાય ભેંસના છાણ અને કાપ વાળી માટી માંથી સિડ્સબોલ બનાવવાની કામગીરી મહિલાઓ દ્રારા યથાવત છે સિડ્સબોલમાં અલગ અલગ વૃક્ષ ના બીજ મૂકી અલગ અલગ જગ્યા એ વૃક્ષો વાવવાની ઝુંબેશને મહાઝુંબેશ બનાવી છે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી પ્રશ્ન પાણીનો છે જે બનાસ ડેરી એ જળસંચય યોજના ને અભિયાન સ્વરૂપે ઉપાડ્યો છે અને વૃક્ષો વધુ ઉછેર થાય એ માટે મહિલાઓ ઝુંબેશ ઉપાડી છે ત્યારે બનાસ ડેરીના સફળ પ્રયાસ થકી આવનાર વર્ષો માં જિલ્લો ફરી નંદનવન બને એવી કલ્પના કરવી રહી.

આ પણ વાંચો:ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાનો કાર્યભાર હાલ હળવો થશે નહિ : સરકારનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:તાજમહેલની નીચે પીએમ મોદીની ડિગ્રી શોધી રહ્યા છે ભાજપના નેતાઓ:અસદુદ્દીન ઓવૈસી   

આ પણ વાંચો:IPL સમાપન સમારોહમાં પરફોર્મ કરશે આ દિગ્ગજ કલાકારો

logo mobile