Rajkot/ ગોંડલના કોલ્ડ સ્ટોરેજમાંથી ધાણા અને ચણાના જથ્થાની ચોરી, છતાં નથી થઈ પોલીસ ફરિયાદ

ગોંડલના કોલ્ડ સ્ટોરેજમાં ધાણા અને ચણાના પાકને સ્ટોર કરવામાં આવે છે. ખેડૂતો પાસેથી પાકની કિમંત ચૂકવી ડ્રિસ્ટીબ્યુટર્સ પાક કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે અને બાદમાં વેપારીઓને આપે છે.

Gujarat Rajkot
ગોંડલના કોલ્ડ

રાજકોટ : લોકો હવે અનાજના જથ્થા અને મસાલાની ચોરી કરવા લાગ્યા છે. રાજકોટના ગોંડલના કોલ્ડ સ્ટોરેજમાંથી લાખો રૂપિયાના માલસામાનની ચોરી થઈ. આશ્ચર્યની વાત એ છે કે લાખો રૂપિયાના માલની ચોરી થવા છતાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. ગોંડલમાં ભુણવાના ઇન્ડસ્ટ્રીરીયલ એરિયાના કોલ્ડ સ્ટોરેજમાંથી ધાણા અને ચણાનો જથ્થો ગુમ થઈ જતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે.

બનાવની વિગત મુજબ ગોંડલના કોલ્ડ સ્ટોરેજમાં ધાણા અને ચણાના પાકને સ્ટોર કરવામાં આવે છે. ખેડૂતો પાસેથી પાકની કિમંત ચૂકવી ડ્રિસ્ટીબ્યુટર્સ પાક કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે અને બાદમાં વેપારીઓને આપે છે. ગોંડલના કોલ્ડ સ્ટોરેજમાં લાખો રૂપિયાનો ધાણા અને ચણાનો જથ્થો હતો. જે અચાનક ગુમ થઈ જતા વેપારીઓ ચિંતિત થયા છે. વેપારી વર્તુળમાં ચર્ચા છે કે સ્ટોરેજમાં રાખવામાં ચણા અને ધાણાના જથ્થાનો કારોબાર કરવામાં આવ્યો છે. એટલે કે બારોબાર જથ્થાનું વેચાણ કરવામાં આવ્યું છે.

આ મામલે હજુ સુધી વેપારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. વેપારીઓ પોતાની રીતે આ ચોરીનું પગેરુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેમના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે. વેપારીઓને ધાણા અને ચણાના જથ્થાની ચોરીમાં કોની સંડોવણી હોવાનું માલૂમ નથી પડ્યું. જો થોડા સમયમાં આ મામલે કોઈ વધુ કડી ના મળતા વેપારીઓ પોલીસની મદદ લઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 ગોંડલના કોલ્ડ સ્ટોરેજમાંથી ધાણા અને ચણાના જથ્થાની ચોરી, છતાં નથી થઈ પોલીસ ફરિયાદ


આ પણ વાંચો : Privacy/ આધારની જાણકારી વ્યક્તિગત, લગ્ન ગોપનીયતાના અધિકાર પર અસર કરતા નથી

આ પણ વાંચો : Digital Payment/ ડિજિટલ પેમેન્ટમાં થશે મોટો ફેરફાર, પૈસા મોકલવામાં 4 કલાકનો વિલંબ થશે

આ પણ વાંચો : સુરત/ ચીનમાં ફેલાયેલ “રહસ્યમયી બિમારી”ને લઈ રાજ્ય સરકાર એલર્ટ, જાણો શું આપ્યા આદેશ