AMTS-Accident/ સરકારી વાહન બન્યા યમદૂત એએમટીએસે વૃદ્ધને કચડ્યા, બસચાલક ફરાર

શહેરમાં એએમટીએસની અડફેટે વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદમાં AMTS બસની અડફેટે એકનું વૃદ્ધ મોત થયું છે. જે બાદ ચાલક બસ મૂકીને જ ફરાર થઇ ગયો છે. અકસ્માત બાદ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat
AMTS સરકારી વાહન બન્યા યમદૂત એએમટીએસે વૃદ્ધને કચડ્યા, બસચાલક ફરાર

અમદાવાદ: શહેરમાં એએમટીએસની અડફેટે વધુ AMTS-Accident એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદમાં AMTS બસની અડફેટે એકનું વૃદ્ધ મોત થયું છે. જે બાદ ચાલક બસ મૂકીને જ ફરાર થઇ ગયો છે. અકસ્માત બાદ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના શાહપુર AMTS-Accident ચાર રસ્તા પાસે એએમટીએસ બસે વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજ્યુ છે. આ ગોઝારો અકસ્માત કર્યા પછી બલ ચાલક ફરાર થઇ ગયો છે. હાલ પોલીસ ફરાર બસ ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત જ્યાં થયું છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને પણ પોલીસ આ ફરાર ચાલકની શોધખોળ કરશે.

આમ હવે એએમટીએસ પણ બીઆરટીએસને રવાડે AMTS-Accident ચઢી લાગે છે. બીઆરટીએસના બસચાલકો બેફામ રીતે વાહન ચલાવવા માટે બદનામ તો હતા જ, હવે તેનો ચેપ એએમટીએસને પણ લાગ્યો હોવાનું માનવામાં આવે છે.

અહીં ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ બીઆરટીએસે તાજેતરમાં એક જ સપ્તાહમાં બે યુવાનોનો ભોગ લીધો છે તો અહીં શાહપુરમાં વૃદ્ધનો ભોગ લેવામાં આવ્યો છે. આ પ્રકારના સરકારી વાહનોને હરતા ફરતા યમદૂત કહી શકાય.

 

આ પણ વાંચોઃ Child Death/ પાટણમાં હસતારમતા બાળકને મળ્યું મોત

આ પણ વાંચોઃ Ban On Plastic Bags/ આ દેશમાં પાતળી પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સરકારની કડક કાર્યવાહી

આ પણ વાંચોઃ Zhansi Fire/ ઝાંસીમાં બે શોરૂમમાં ભીષણ આગમાં ચારના મોત, 100થી વધુ વાહનો બળીને ખાખ

આ પણ વાંચોઃ Israel Attack/ ઈઝરાયલનો જેનિન શરણાર્થી શિબિર પર બે દાયકાનો સૌથી મોટો હુમલો, આઠના મોત

આ પણ વાંચોઃ USA Shootout/ અમેરિકામાં ઇન્ડિપેન્ડેન્સ ડે પહેલા જ શૂટઆઉટઃ ચારના મોત ચારને ગંભીર ઇજા