અંગદાન મહાદાન/ સિવિલ હોસ્પિટલમાં 110મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં10મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના વતની મેરૂભાઇ વણઝારા બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો.

Top Stories Gujarat
Organ Donation 1 સિવિલ હોસ્પિટલમાં 110મું અંગદાન

@AbhisheksinhVaghela

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં Civil Hospital 110મુ અંગદાન Organ Donation થયું છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના વતની મેરૂભાઇ વણઝારા બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. સમગ્ર ઘટના એવી છે કે, 13 મી મેના રોજ મેરૂભાઇ વણઝારાને પ્રવાસ દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજાની અસરો વધુ ગંભીર બનતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેઓની પ્રાથમિક તપાસ Organ Donation કરવામાં આવી. સ્થિતિ ગંભીર જણાતા તેઓને આઇ.સી.યુ.માં દાખલ કરીને સમગ્ર ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. 48 કલાકની ભારે જહેમત બાદ પણ તેઓને બચાવવામાં નિષ્ફળતા મળી. તબીબોએ 15મી મે ના રોજ મેરૂભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા.

બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા Organ Donation કાર્યરત SOTTO(State Organ Tissue And Transplant Organisation) ની ટીમ દ્વારા તેમના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલના અંગદાતાઓની યાદમાં નવનિર્મિત અમર કક્ષમાં પરિવારજનોને બેસાડીને તેઓને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેની અસર એવી થઇ કે પરિવારજનોએ ગણતરીની મીનિટોમાં જ મેરૂભાઇનું અંગદાન કરીને જરૂરિયાતમંદોને નવજીવન આપવાનું નક્કી કર્યું.

અહીં જોવા જેવી બાબત એ છે કે, ગમખ્વાર અકસ્માતમાં Organ Donation એક ભાઇએ જીવ ગુમાવ્યો ત્યારે બીજા ભાઇએ અંગદાનનો હિતકારી નિર્ણય કરીને જરૂરિયાતમંદને મદદરૂપ થવાનું અને વણઝારા પરિવારનો દીપ અન્ય પરિવારોમાં પ્રજવલ્લિત રહે તેવા પ્રયાસો હાથ ધર્યા. અંગદાનની સંમતિ મળ્યા બાદ ટીમ દ્વારા બ્રેઇનડેડ મેરૂભાઇને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જઇને પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પાંચ થી છ કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કે.ડી.હોસ્પિટલમા દાખલ દર્દીમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ 110મું અંગદાન છે. છેલ્લા અઢી વર્ષમાં 110 અંગદાતાઓના અંગદાનથી ૩૫૬ અંગો મળ્યા છે. જેમાં 188 કિડની, 95 લીવર, 32 હ્રદય, 6 હાથ, 24 ફેફસા, બે નાના આંતરડા અને 92 કોર્નિયાનો સમાવેશ થાય છે. તેને 331 દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.

 

આ પણ વાંચોઃ મોહમ્મદ શમી-ગુજરાતી ફૂડ/ ગુજરાતમાં છું, ગુજરાતી ફૂડનો આનંદ માણું છુંઃ મોહમ્મદ શમી

આ પણ વાંચોઃ West Bengal Blast/ પશ્ચિમ બંગાળમાં બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં છના મોત

આ પણ વાંચોઃ Rahul Gandhi-America/ રાહુલ ગાંધી પીએમ મોદી પહેલા અમેરિકા જશે અને મેડિસન સ્કવેર પર ભાષણ આપશે