રાજકોટ/ રાજકોટમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં વકર્યો જૂથવાદ?

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકિ છે ત્યારે રાજકોટમાં ભાજપમાં જૂથવાદ પરાકાષ્ટાએ પહોચ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat
  • રાજકોટઃ શું ભાજપમાં લોકસભાની ચૂંટણી પહેલા જૂથવાદ ?
  • વાંકાનેરનાં ધારાસભ્ય જીતુ સોમાણીનું નિવેદન
  • પાર્ટી જેને ટીકીટ આપશે તે શિરોમાન્ય
  • સાંસદ મોહન કુંડારિયા વિશે પૂછતા આડકતરો જવાબ
  • એનું કામએ જાણે, મારે એનું કામ જોવાનું ના હોય
  • અગાઉ પણ જીતુ સોમાણી અને મોહન કુંડારિયા વચ્ચે જૂથવાદ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકિ છે ત્યારે રાજકોટમાં ભાજપમાં જૂથવાદ પરાકાષ્ટાએ પહોચ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.રાજકોટમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે જૂથવાદ વકર્યો હોય તેવું લાગી રહ્યું છે.વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ નિવેદન આપ્યું છે કે પાર્ટી જે ઉમેદવારને ટિકિટ આપશે તે સ્વીકાર્ય છે.  વાંકાનેરના ધારાસભ્યને સાંસદ મોહન કુંડારિયા વિશે પુછતા તેમણે આડકતરો જવાબ આપ્યો હતો.તેમણે કહ્યું કે એમનું કામ એ જાણે અને મારે એમનું કામ જોવાનું ના હોય . આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે જૂથવાદ ખુબ વકર્યો છે.