Gujarat/ ટૂંક સમયમાં ગુમાસ્તા ધારામાં આવી શકે ધરખમ ફેરફાર, ફીમાં થઇ શકે વધારો

ટૂંક સમયમાં ગુમાસ્તા ધારામાં આવી શકે ધરખમ ફેરફાર, ફીમાં થઇ શકે વધારો

Top Stories Gujarat Others
  • ગુજરાતમાં વેપારીઓ માટે નોંધણી પ્રમાણપત્ર આજીવન
  • નોંધણી પ્રમાણપત્રની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન
  • નોંધણી પ્રમાણપત્રની ફીમાં થઇ શકે વધારો
  • જો કે પ્રમાણપત્ર નોંધણી એક વાર જ ફરજીયાત
  • એક વાર નોંધણી થયા બાદ આજીવન નોંધણી મુક્તિ
  • પારદર્શક વહીવટના ભાગરૂપે કાયદામાં થઇ શકે ફેરફાર
  • ટૂંક જ સમયમાં નવો કાયદો થઇ શકે છે લાગુ

@અરુણ શાહ, અમદાવાદ

ગુજરાતમાં શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ અથવા ગુમાસ્તાધારામાં આગામી સમયમાં ફેરફાર તોળાઇ રહ્યાં છે. વેપારીએકમો માટે નોંધણી પ્રમાણપત્ર હવે માત્ર એક જ વાર મેળવવાનું રહેશે. નવા સૂચિત કાયદા મુજબ એક વખત નોંધણી થયા બાદ એકમની નોંધણીમાંથી કાયમી મુક્તિ આપવાની દિશામાં વેપારીઆલમ માટે આ કાયદો લાભદાયી બની રહેશે. જો કે પ્રમાણપત્ર નોંધણી ફીમાં વધારો થઇ શકે છે.

ગુજરાતમાં સવા બે લાખ જેટલાં વેપારીએકમો શોપ્સ એન્ડ એસ્ટાબલીશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટર થયેલાં છે. પ્રારંભે એક વર્ષ, ત્યારબાદ 2 વર્ષ પછી 3 વર્ષ અને હાલ 5 વર્ષે કોઇપણ ધંધો કરવા ઇચ્છુક વેપારી કે સંચાલકે ધંધા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. વારંવાર એકમ નોંધણી પ્રક્રિયાના કારણે પારદર્શક વહીવટમાં ત્રુટિ હોવાની રજૂઆત સરકાર સુધી પહોંચી હતી. સરકારે આ દિશામાં પારદર્શક વહીવટ અને સાથે વેપારીઓને રાહત આપવા હેતુથી મહત્વનો નિર્ણય લઇને ગુમાસ્તધારામાં કેટલાંક નિયમમાં ફેરફાર કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે. જે મુજબ સૌથી મહત્વનો નિર્ણય કહી શકાય કે અત્યારસુધી પ્રમાણપત્ર નોંધણી વારંવાર કરવામાંથી વેપારીઓને મુક્તિ આપવામાં આવી છે. તો વેપારીએકમ શરૂ કરવા હેતુ લેવામાં આવતી રજીસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

નોંધણી પ્રમાણપત્ર ફી

-વર્તમાન નોંધણી પ્રમાણપત્ર ફી     30 થી 100 રૂ.

-હવે નોંધણી ફી                             50  થી 5 હજાર

સરકારના આ નિર્ણયના પગલે વારંવાર રીન્યુઅલમાંથી વેપારીઓને મુક્તિ મળશે. તો નોંધણી રજીસ્ટ્રેશન ફીમાં વધારો થયો છે. જો કે રીન્યુઅલની ઝંઝટમાંથી મુક્તિ મળતા વેપારીઓઆ નિર્ણયને વ્યાપક રીતે આવકાર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…