કોલકાતા: પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર એગ્રામાં West Bengal-Blast એક મોટી ઘટના સામે આવી છે. અહીં સહારા ગ્રામ પંચાયત વિસ્તારના ખાડીકુલ ગામમાં બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, જેના કારણે ઘણા લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધી શકે છે. ઈગરા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે આખું ગામ હચમચી ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બોમ્બ વિસ્ફોટ TMC નેતા ભાનુ બાગના ઘરે થયો હતો. Bengal-Blast વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે બાજી ફેક્ટરીની પાછળ ક્રૂડ બોમ્બ મૂકવામાં આવ્યો હતો. ઘાયલોને સારવાર માટે ઈગ્રાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ બોમ્બ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકોને તેનો જોરદાર અવાજ સંભળાયો અને લોકો ઘટના સ્થળે પહોંચી ગયા. જમીન પર બળેલા લોકોના મૃતદેહો પણ પડ્યા હતા. જેને જોઈને લોકો ડરી ગયા અને પોલીસને જાણ કરી.
આના પગલે લોકોમાં પણ વાત ચાલી રહી છે કે શું ટીએમસી નેતાનું ઘર Bengal-Blast બોમ્બ બનાવવાની ફેક્ટરી હતુ. તેના ઘરે બોમ્બ બનાવવામાં આવતા હતા. બોમ્બ બનાવવામાં આવતા હતા તો તેને સપ્લાય ત્યાંથી ક્યાં-ક્યાં કરવામાં આવતા હતા. બંગાળના કયા-કયા શહેરોમાં બોમ્બનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. પોલીસ સ્પષ્ટપણે માની રહી છે કે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટકોની માત્રામાં થયેલી ગડબડના લીધે જ આ ધડાકો થયો છે અને લોકોનો મોત થયા છે.
આ પણ વાંચોઃ Rahul Gandhi-America/ રાહુલ ગાંધી પીએમ મોદી પહેલા અમેરિકા જશે અને મેડિસન સ્કવેર પર ભાષણ આપશે
આ પણ વાંચોઃ Karnataka CM-New Claim/ કર્ણાટકમાં સીએમ પદ માટે શિવકુમાર-સિદ્ધારામૈયાની ગૂંચ વચ્ચે નવા દાવા રજૂ થવા માંડ્યા
આ પણ વાંચોઃ સાવધાન/ શું તમે આઈસ્ક્રીમ કે, બરફ ગોળા ખાવ છો, તો ચેતીજાવ સુરતની આ દુકાનોના સેમ્પલ થયા ફેલ

