India Canada news/ પંજાબ : સ્ટડી વિઝા પર કેનેડા ગયેલ યુવતી સંદિગ્ધ હાલતમાં મૃત મળી આવી, પિતાની ન્યાયની ગુહાર

ફરીદકોટ જિલ્લામાં ડ્રાઈવરની પુત્રી સ્ટડી વિઝા પર કેનેડા ગઈ હતી. લગ્ન બાદના દોઢ મહિના પહેલા સ્ટડી વિઝા પર કેનેડા ગયેલી બલબીર બસ્તીની યુવતી તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવી.

Top Stories World
Beginners guide to 9 પંજાબ : સ્ટડી વિઝા પર કેનેડા ગયેલ યુવતી સંદિગ્ધ હાલતમાં મૃત મળી આવી, પિતાની ન્યાયની ગુહાર

પંજાબ: ફરીદકોટ જિલ્લામાં એક ડ્રાઈવર પિતાએ પુત્રીના મૃત્યુ માટે ન્યાયની ગુહાર લગાવી છે.  ફરીદકોટમાં બલબીર બસ્તીની ડ્રાઈવરની પુત્રી લગ્નના ટૂંકા ગાળામાં કેનેડા ગઈ હતી. ડ્રાઈવરની પુત્રી સ્ટડી વિઝા પર કેનેડા ગઈ હતી. લગ્ન બાદના દોઢ મહિના પહેલા સ્ટડી વિઝા પર કેનેડા ગયેલી બલબીર બસ્તીની યુવતી તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવી છે. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતક યુવતીના ઓટો ડ્રાઈવર પિતાએ સરકાર અને સામાજિક સંસ્થાઓને તેમની પુત્રીના મૃત્યુની તપાસ કરાવવા અને કેનેડાથી તેનો મૃતદેહ લાવવાની અપીલ કરી છે.

Capture 28 પંજાબ : સ્ટડી વિઝા પર કેનેડા ગયેલ યુવતી સંદિગ્ધ હાલતમાં મૃત મળી આવી, પિતાની ન્યાયની ગુહાર

મળતી માહિતી મુજબ ગુરપ્રતાપ સિંહને 2 દીકરીઓ છે. જેમાંથી મોટી દીકરી નવનીત કૌરના લગ્ન 1 ઓક્ટોબર 2023ના રોજ થયા હતા, ત્યારબાદ તે 12 ડિસેમ્બરે સ્ટડી વિઝા પર કેનેડા ગઈ હતી અને પરિવાર તેના પતિને ત્યાં જવાની તૈયારીમાં વ્યસ્ત હતો. પરંતુ, ગત રોજ તેમની પુત્રીના મૃત્યુના સમાચાર આવતા તેમનો પરિવાર હચમચી ગયો. ગુરપ્રતાપ સિંહે જણાવ્યું કે નવનીત દરરોજ પરિવાર સાથે વાત કરતી હતી, પરંતુ 2 દિવસ સુધી ફોન પર વાત કરી શકતી નહોતી. જેના કારણે તેણે પોતાની ઓળખતી યુવતીને ફોન કરીને નવનીતની હાલત વિશે પૂછવા કહ્યું અને ત્યાં પહોંચ્યા પછી જ્યારે નવનીતે દરવાજો ન ખોલ્યો તો તેણે પોલીસને જાણ કરી. આ પછી જ્યારે પોલીસે ગેટ ખોલ્યો તો નવનીત કૌર તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.

આજના યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે. લોકો ગમે તે રીતે કેનેડા, અમેરિકા અને વિદેશ જવા માંગતા હોય છે. અનેક વખત ગેરકાયદેસર રીતે વિઝા અપાવવા એજન્ટોને પકડવામાં આવ્યા છે. તો કેટલીક વખત લોકોની વિદેશ જવાની લાલચના કારણે તેમની સાથે છેતરપિંડીના ઘટનાઓ બનતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. તો કેટલીક વખત વિદેશ ગયેલા ભારતીય નાગરિકો ગોળીબાર અથવા તો શંકાસ્પદ મૃત્યુ થયું હોવાનું પણ સામે આવ્યુ છે. છતાં પણ લોકોનો વિદેશ જવાનો મોહ ઓછો થતો નથી. પંજાબની યુવતી ઘરનો આધાર બનવા અને આર્થિક રીતે સમૃદ્ધ થવા સ્ટડી વિઝા લઈ કેનેડા ગઈ. પરંતુ કેનેડા ગયાના ટૂંકા ગાળામાં ફરીદકોટની યુવતી સંદિગ્ધ મૃત હાલતમાં મળી આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા હરણી હોનારતમાં સૌથી મોટો ખુલાસો,શાળાએ પ્રવાસની મંજૂરી જ નહોતી લીધી

આ પણ વાંચો: Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન