Not Set/ ભૂજમાં આજે ભાનુશાલી હત્યા કેસમાં બેઠક બોલાવાઈ

ભુજ, ભુજ ખાતે આજે કચ્છી ભાનુશાલી મહાજન સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજના મોભી અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી ના હત્યા કેસ મામલે આરોપીઓની તાકીદે ધરપકડ કરવામાં આવે તે માટેનો સુર વ્યક્ત કરાયો હતો. જયંતિ ભાનુશાલી હત્યા કેસ મામલે આરોપીઓની ધરપકડ કરવા માટેનો રખાયો હતો. આગેવાનોએ જણાવ્યું કે, આ કેસમાં છેલ્લા ચાર દિવસથી તો આ કેસમાં […]

Gujarat Others
mantavya 332 ભૂજમાં આજે ભાનુશાલી હત્યા કેસમાં બેઠક બોલાવાઈ

ભુજ,

ભુજ ખાતે આજે કચ્છી ભાનુશાલી મહાજન સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજના મોભી અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી ના હત્યા કેસ મામલે આરોપીઓની તાકીદે ધરપકડ કરવામાં આવે તે માટેનો સુર વ્યક્ત કરાયો હતો.

જયંતિ ભાનુશાલી હત્યા કેસ મામલે આરોપીઓની ધરપકડ કરવા માટેનો રખાયો હતો. આગેવાનોએ જણાવ્યું કે, આ કેસમાં છેલ્લા ચાર દિવસથી તો આ કેસમાં તપાસ સદંતર બંધ થઇ ગઈ હોય તેવું જણાઈ આવે છે.

ત્યારે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ કેસમાં સરકારની જે તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. તે તપાસ ટિમો જવાબદારો સામે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરે તેવી માંગ કરવામાં આવી હતી.

આ મામલે આગામી સમયમાં 21 મી તારીખે તમામ જિલ્લા લેવલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે તેમજ આ અંગે સમાજના મોવડીઓ ભેગા મળીને રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરશે અને તટસ્થ તેમજ ન્યાયીક તપાસની માંગ કરવામાં આવશે.