Not Set/ મોદી સરકારના શાસનમાં દેશ બન્યો “દેવાદાર”, દેવું ૫૦ % વધીને પહોચ્યું ૮૨ લાખ કરોડ રૂ. ને પાર

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દાવાઓ – પ્રતિદાવાઓ કરીને દિલ્હીની રાજગાદી પર બિરાજમાન થયેલી કેન્દ્રની મોદી સરકારના શાસનમાં ભારત દેશ દેવાદાર બની ગયો છે, તે પુરવાર થઇ રહ્યું છે, કારણ કે કેન્દ્રન્દ્રની ભાજપ સરકારના શાસનમાં દેશનું દેવું ૫૦ ટકા વધ્યું છે અને આ આંકડો અધધ.. ૮૨ લાખ કરોડ રૂપિયાને પાર પહોચ્યો છે. શુક્રવારે સરકારના […]

Top Stories India Trending
modi n story 647 021017121725 0 1 મોદી સરકારના શાસનમાં દેશ બન્યો "દેવાદાર", દેવું ૫૦ % વધીને પહોચ્યું ૮૨ લાખ કરોડ રૂ. ને પાર

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દાવાઓ – પ્રતિદાવાઓ કરીને દિલ્હીની રાજગાદી પર બિરાજમાન થયેલી કેન્દ્રની મોદી સરકારના શાસનમાં ભારત દેશ દેવાદાર બની ગયો છે, તે પુરવાર થઇ રહ્યું છે, કારણ કે કેન્દ્રન્દ્રની ભાજપ સરકારના શાસનમાં દેશનું દેવું ૫૦ ટકા વધ્યું છે અને આ આંકડો અધધ.. ૮૨ લાખ કરોડ રૂપિયાને પાર પહોચ્યો છે.

શુક્રવારે સરકારના દેવા અંગેના જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૪.૫ વર્ષમાં દેશનું કુલ દેવું ૮૨,૦૩,૨૫૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે વર્ષ ૨૦૧૪ની ૫૪,૯૦,૭૬૩ કરોડ રૂપિયા હતું.

rupee 1 મોદી સરકારના શાસનમાં દેશ બન્યો "દેવાદાર", દેવું ૫૦ % વધીને પહોચ્યું ૮૨ લાખ કરોડ રૂ. ને પાર
BUSINESS-india-debt-under-narendra-modi-government-surges-to-rs-82-lakh-crore  

મોદી સરકારમાં શાસનમાં સૌથી વધુ દેવું જાહેર ક્ષેત્રમાં થયું છે. છેલ્લા ૪.૫ વર્ષમાં આ દેવું ૫૧.૭ ટકાના વધારા સાથે ૪૮ લાખ કરોડ રૂપિયાથી વધીને ૭૩ લાખ કરોડ રૂપિયા થયું છે, જે દેશના આંતરિક દેવામાં ૫૪ ટકાનો વધારો કરીને ૬૮ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.

આ જ પ્રમાણે માર્કેટ પર આધારિત લોન પણ ૪૭.૫ ટકાના વધારા સાથે ૫૨ લાખ રૂપિયા સુધી પહોંચી છે.

e8c60qr8 pm modi ippb pti મોદી સરકારના શાસનમાં દેશ બન્યો "દેવાદાર", દેવું ૫૦ % વધીને પહોચ્યું ૮૨ લાખ કરોડ રૂ. ને પાર
BUSINESS-india-debt-under-narendra-modi-government-surges-to-rs-82-lakh-crore 

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સ્ટેસસ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના દેવામાં વધારો થયો હોવા છતાં બાદ પણ ચાલુ નાણાકીય વર્ષમાં દેશની રાજકોષીય ખાધમાં થોડી મદદની અપેક્ષા છે.

બીજી બાજુ દેશની રાજકોષીય ખાધ નવેમ્બર સુધીના પ્રથમ આઠ મહિનામાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયા છે અથવા સમગ્ર વર્ષના લક્ષ્યાંક રૂ. ૬.૨૪ લાખ કરોડ રૂપિયાના ૧૧૪.૮ ટકા છે.