Not Set/ નરેશ પટેલને ભાજપમાં લાવવાનો તખતો તૈયાર!ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

ભાજપના મોવડીમંડળ સાથેની બેઠકમાં નરેશ પટેલની ભાજપમાં એન્ટ્રીનો તખતો ગોઠવાયો છે

Top Stories Gujarat
5 10 નરેશ પટેલને ભાજપમાં લાવવાનો તખતો તૈયાર!ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ભાજપ,કોંગ્રેસ કે આમ આદમીમાંથી કઈ પાર્ટી સાથે જોડાશે એ બાબતે ખુદ નરેશ પટેલે ભારે રહસ્ય સર્જ્યું છે. તમામ સમાજના લોકો કહેશે તેના આધારે રાજકારણમાં જોડાવું કે નહીં અને જોડાવું તો કયા પક્ષમાં જોડાવું એનો નિર્ણય કરવામાં આવશે. આ માટે સરવે ચાલી રહ્યો છે એવી વાતો નરેશ પટેલે કરી છે. ત્યારે નરેશ પટેલનું ભાજપ સાથે મનમેળ થઇ ગયું છે, ભાજપના મોવડીમંડળ સાથેની બેઠકમાં નરેશ પટેલની ભાજપમાં એન્ટ્રીનો તખતો ગોઠવાયો છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ગરમાઇ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી પાટીદાર નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઈને અનેક અહેવાલો ચાલી રહ્યા છે, ત્યારે હવે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલને ભાજપ લાવવા માટે તખ્તો તૈયાર કરી દીધો હોવાનો અહેવાલો સામે આવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી 20 બેઠકો પર નરેશ પટેલને જવાબદારી સોપવામાં આવી શકે. નરેશભાઈના બે રાજકારણની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નરેશભાઇ પટેલ ગ્રામ્યમાંથી ચૂંટણી લડે અથવા તો પડદા પાછળ રહી પુત્ર શિવરાજને પ્રવેશ કરાવે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં નહીં, પરંતુ નરેશભાઈ પટેલ ભાજપમાં પ્રવેશ કરે તેવી ગોઠવણ આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

નરેશભાઈ ભાજપમાં પ્રવેશ કરે તો માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સુરતમાં પણ ભાજપને ફાયદો થાય. ગુજરાતભરમાં લેવા પાટીદાર મતો અંકે કરવા ભાજપનો ચક્રવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ગુજરાતભરમાં ચાલી રહી છે એ નરેશ પટેલને લઈને હવે નવો ધડાકો થયો છે. એક અહેવાલ પ્રમાણે ખોડલધામના નરેશ પટેલ ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય ઈનિંગની શરુઆત કરી શકે છે. આ વિષય પર મળતા અહેવાલો મુજબ છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં આવવાની વાત કરી રહ્યા છે ત્યારે આવતા અઠવાડિયા સુધીમાં નરેશ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસો પહેલાં નરેશ પટેલ આ અંગે દિલ્લી ખાતે પણ મુલાકાત કરી આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નરેશ પટેલ ભાજપમાં જોડાશે એવા અકિલાના અહેવાલથી આવેલા રાજકીય ગરમાવા વચ્ચે જ્યારે નરેશ પટેલના પરિવારને પુછવામાં આવ્યું ત્યારે નરેશ પટેલના પરિવારે આ અહેવાલને રદીયો આપ્યો હતો અને કહ્યું કે, “અહેવાલ ખોટા છે.” ત્યારે હવે જોવાનું એ છે કે, આવતા અઠવાડિયામાં નરેશ પટેલ ભાજપમાં જોડાય છે કે પછી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને પોતાની રાજકીય કારકિર્દી શરુ કરવા માટે યોગ્ય ગણે છે.