શ્રીલંકામાં કટોકટી હટાવાઈ/ ભોજન, ઈંઘણ અને અન્યજરૂરી વસ્તુઓની અછત વર્તાઈ રહી છે

કટોકટીની અત્યંત યયજુક સ્થિતિમાં શ્રીલંકામાં ભોજન, ઈંધણ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની પણ ભારે અસર જોવા મળી રહી છે.

Top Stories World
કટોકટી

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે મંગળવારે મોડીરાત્રે ઈમરજન્સી હટાવવાનો નિર્ણય કર્યો હતો. દેશમાં વધતાં જતા સંકટ વચ્ચે એક એપ્રિલના રોજ કટોકટી લાગુ કરવામાં આવી હતી. જે મંગળવારે મોડી રાત્રે કટોકટીનો આદેશ પાછો ખેંચ્યો હતો, જેથી સુરક્ષા દળોને દેશમાં કોઈપણ રીતે થાય તો રોકવા માટે અનુકૂળ સ્થિતિ બની શકે.

આ દરમિયાન થોડામતોથી આવેલી શ્રીલંકાની સરકાર વિરુદ્ધ પક્ષના પૂર્વ સહયોગી દળોને એ પણ મોરચો માંડતા રાજીનામાની માંગ કરી છે. કટોકટીના નાજુક સ્થિતિમાં શ્રીલંકામાં ભોજન ઈંધણ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની પણ ભારે અસર જોવા મળી રહી છે. ફુગાવો અને વીજળીની અછતને કારણે વધુ મુશ્કેલીમાં સપડાઇ ગયું છે કેટલાક લોકો એવા પણ છે જેમની પાસે પૈસા હોવા છતાં પણ તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકતા નથી.

રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નેતૃત્વ વાળી સરકાર ગંભીર રાજનૈતિક ઉતાર-ચડાવ સામે ઝઝૂમી રહી છે. મંગળવારે શ્રીલંકાના નવા નાણામંત્રી અલી સાબરીએ તેના પદભાર સંભાળ્યાને ૨૪ કલાકમાં જ રાજીનામું આપી દીધું. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પોતાના ભાઈ બાસીલ રાજપક્ષેને બરખાસ્ત કર્યા બાદ સાબરીને નિયુક્ત કર્યા હતા.  બાસીલ રાજપક્ષે દેશની સત્તારૂઢ શ્રીલંકા પોદુજાના પેરામુન્ના ગઠબંધન નિશાના પર હતા.

નોંધનીય છે કે મંગળવારે જ્યારે સાંસદ બોલાવવામાં આવી ત્યારે સરકારના કેટલાક સહયોગીએ તટસ્થ રહીને નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ ગત સપ્તાહમાં દેશમાં કટોકટી જાહેર કરી ત્યારપછીનું પહેલું સત્ર હતું. સત્તારૂઢ ગઠબંધનને 2020ની સામાન્ય ચૂંટણીમાં 150 સીટો જીતી હતી અને વિપક્ષના સભ્યોએ પાર્ટી બદલવાથી તેની સંખ્યામાં વધારો થયો હતો. જોકે તેમાંથી ઓછામાં ઓછા 41 સાંસદોનું સમર્થન ખોવાઈ રહ્યું હોય તેઓ જણાય છે. આવી સ્થિતિમાં 225 સદસ્ય સંસદમાં સાધારણ બહુમત માટે જરૂરી 113 સીટમાંથી પાંચ સીટો ઓછી છે.

આ પણ વાંચો :બંકરમાં ઝેલેન્સકીનું જીવન… યુક્રેનની પ્રથમ મહિલા તેના પતિ માટે કરે છે પ્રાર્થના…

આ પણ વાંચો :યુક્રેનના બુચામાં નાગરિકોની હત્યા મામલે ભારતે યુએનમાં કહ્યું સ્વતંત્ર તપાસ થવી જોઇએ…

આ પણ વાંચો અમેરિકાની વાત ન માની એટલે PM ઇમરાન ખાન કિંમત ચૂકવી રહ્યા છે-રશિયા…

આ પણ વાંચો : માતાએ બાળકીની પીઠ પર માહિતી લખી, પરિવારને યુક્રેનમાં મૃત્યુનો હતો ડર…