Kesar Mango/ સૌરાષ્ટ્રમાં ભરશિયાળે કેસર કેરીના આગમને બધાને અચંબામાં નાખ્યા

સામાન્ય રીતે કેરી ઉનાળામાં આવતી હોય છે, પણ આ વખતે  શિયાળામાં કેસર કેરીના આગમને સૌરાષ્ટ્રને અચંબામાં મૂકી દીધુ છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 11 28T095703.755 સૌરાષ્ટ્રમાં ભરશિયાળે કેસર કેરીના આગમને બધાને અચંબામાં નાખ્યા

પોરબંદરઃ સામાન્ય રીતે કેરી ઉનાળામાં આવતી હોય છે, પણ આ વખતે  શિયાળામાં કેસર કેરીના આગમને સૌરાષ્ટ્રને અચંબામાં મૂકી દીધુ છે. પોરબંદરના કેટલાક ખેડૂતોને ભરશિયાલે કેસર કેરીનો ફાલ આવતા ખેડૂતો સહિત વેપારીઓમાં પણ જબરજસ્ત આશ્ચર્ય સર્જાયું છે. તેઓએ આવું અગાઉ ક્યારેય જોયું નથી. પોરબંદરના આદિત્યાણામાં આ વર્ષે પાંચ મહિના પહેલા જ આંબાની પાકેલી કેરી જોવા મળી રહી છે.

આ કેરીઓ ફક્ત પાકી છે એટલું જ નહીં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ પાકેલી કેસર કેરીનું આગમન પણ થયું છે. આ કેરીનું પાછુ કિલોદીઠ 700 રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ કરવામાં આવ્યું છે. કેરીના આટલા ઊંચા ભાવ જોવા મળતા ખેડૂતોમાં પણ આનંદની લહેરખી વ્યાપી ગઈ છે.

પોરબંદર જિલ્લાના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા અને આદિત્યાણામાં કેસર કેરીનું મબલખ ઉત્પાદન થાય છે. અહીં કેસર કેરીનું ફળ મોટું અને સારી ગુણવત્તાનું હોવાથી માંગ પણ સારી રહે છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતમાં કેસર કેરીનું આગમન થાય છે. આ વખતે કેટલાક આંબામાં ભર શિયાળે કેસર કેરીનું ફળ આવતા ખેડૂતો પણ અચંબામાં પડી ગયા છે. આગામી સમયમાં કેસર કેરીનો  સારો પાક આવવાની ખેડૂતોને આશા છે.

કેસર કેરીની હરાજી કરનારા વેપારીએ જણાવ્યું હતું કે આટલા વહેલા કેસર કેરીનું આગમન અને ભાવ ઐતિહાસિક છે. ખેડૂતે પણ જણાવ્યું હતું કે અમારા ખેતરમાં આ વખતે 15થી 20 આંબામાં કેરી આવી છે. તેમાથી 20 કિલો કેરી વી છે. આ કેરીનો 14 હજાર રૂપિયા જેટલો ભાવ મળ્યો છે. ગયા વર્ષે  આ વૃક્ષોમાં કેરી આવી ન હતી, એટલા માટે અત્યારે આ આંબામાં કેરી વી છે. આ ઉપરાંત બાકીના વૃક્ષોમાં પણ કેરી આવવાનું શરૂ થઈ ગયું છે. એક કેરીનું વજન 500થી 600 ગ્રામ જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચોઃ Israel Hamas War/ જો બિડેને ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરારનું સ્વાગત કર્યું

આ પણ વાંચોઃ Unseasonal Rain/ આજે માવઠાનું કોઈ સંકટ નહીઃ ખેડૂતોને સૌથી મોટી રાહત

આ પણ વાંચોઃ Antarctic Iceberg/ વિશ્વનો સૌથી મોટો આઇસબર્ગ 35 વર્ષ બાદ તૂટ્યો