Crime Honey Trap/ રાજકોટમાં હની ટ્રેપમાં ફસાયા પ્રૌઢ, મહિલા સાથે પતિ પણ આ કારસ્તાનમાં સામેલ

દૂધનો વ્યવસાય કરનાર પ્રૌઢને ઘરમાં બોલાવી મહિલાએ બિભત્સ વર્તન કર્યું. દુષ્કર્મની ફરિયાદની ધમકી આપતા જાસાણી દંપતીની પ્રૌઢ પાસેથી રૂપિયા પડાવવાની યોજના.

Top Stories Rajkot Gujarat
મનીષ સોલંકી 85 રાજકોટમાં હની ટ્રેપમાં ફસાયા પ્રૌઢ, મહિલા સાથે પતિ પણ આ કારસ્તાનમાં સામેલ

રાજકોટમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા હની ટ્રેપમાં ફસાવી પ્રૌઢ પાસેથી રૂપિયા પડાવતી હતી. આ યોજનામાં તેનો પતિ પણ સામેલ હતો. જસદણમાં રહેતા એક પ્રૌઢ હની ટ્રેપનો શિકાર થયા. આ કિસ્સામાં મહિલાએ પ્રૌઢને દૂધનો હિસાબ કરવાના બહાને ઘરમાં બોલાવ્યા. અને ત્યારબાદ પોતાની યોજના મુજબ પ્રૌઢ સાથે બિભત્સ વર્તન કરવા લાગી. મહિલાએ પ્રૌઢને ધમકી આપી કે જો તમે રૂપિયા નહિ આપો તો દુષ્કર્મની ફરિયાદ કરીશ. મહિલાની ધમકી બાદ પ્રૌઢે 20 હજાર રૂપિયા આપ્યા. પરંતુ મહિલા અને તેના પતિની માંગણીઓ વધતા અંતે પ્રૌઢે પોલીસમાં ફરિયાદ દાખલ કરી. પોલીસે દંપતીની અટકાયત કરી.

પોલીસ ફરિયાદ મુજબ પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવાની ઘટના 1 નવેમ્બરના રોજ બનવા પામી હતી. ફરિયાદમાં પ્રૌઢે જણાવ્યું કે તેઓ દૂધનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન કરે છે. તેઓ અનેક વખત લોકોને ઘરે દૂધ આપવા પણ જાય છે. 1 નવેમ્બરના રોજ નજીકના વિસ્તારમાં રહેતી ભાવના જસાણી નામની મહિલાએ ફોન કરી 1 લિટર દૂધ આપી જવા કહ્યું.  હું તેમના ઘરે દૂધ આપવા ગયો ત્યારે મહિલાએ કહ્યું કે આપણે અગાઉનો પણ દૂધનો હિસાબ કરી લઈએ. આમ કહી મને થોડીવાર તેમના ઘરમાં રોક્યા બાદ મહિલા પોતાના કપડા ઉતારવા લાગી. અને શારીરિક સંબંધ બાંધવા જબરજસ્તી કરવા લાગી. હું કંઈ સમજુ તે પહેલા મહિલાએ તેના પતિને ફોન કર્યો અને તેનો પતિ વલ્લભ પ્રેમજી જસાણી ત્યાં આવી ગયો.

પ્રૌઢે કહ્યું કે મહિલાના પતિ વલ્લભ તે દિવસે મને ધમકી આપી ત્યાંથી મોકલી દીધો. પરંતુ બાદમાં બીજા દિવસે જસાણી દંપતીએ ફોન કરીને 30 હજાર રૂપિયાની મારી પાસે માંગણી કરી. જો કે મેં ફક્ત 20 હજાર રૂપિયા જ આપ્યા. પરંતુ થોડા દિવસ બાદ દંપતીએ મારી પાસે ચાર લાખ રૂપિયાની માંગણી કરી અને ધમકી પણ આપી કે જો રૂપિયા નહી આપો તો તમારી સામે દુષ્કર્મની ફરિયાદ કરીશું. દંપતીની ધમકી અને માંગણીઓથી કંટાળીને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે પ્રૌઢની ફરિયાદના આધારે હની ટ્રેપમાં ફસાવનાર ભાવના જસાણી નામની મહિલા સહિત તેના પતિ વલ્લભ પ્રેમજીની અટકાયત કરી તપાસ હાથ ધરી.