Gujarat ATS Navsari Terrorist Arrest: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજ્યમાં આતંકી ગતિવિધિઓ અને કાવતરાનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. નવસારીના ચારપુલ વિસ્તારમાંથી આતંકી સંગઠનો સાથે કનેક્શન ધરાવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે ફૈઝાન શેખ?
ધરપકડ કરાયેલા શખ્સની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જેની પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના ડુંડાવાળા ગામનો વતની ફૈઝાન શેખ જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા ખતરનાક આતંકી સંગઠનોની વિચારધારાથી ઊંડો પ્રભાવિત હતો. તપાસમાં સામે આવ્યું છે કે તે આ આતંકી જૂથોના સતત સંપર્કમાં હતો અને તેમની કટ્ટરપંથી સામગ્રી વાંચીને પોતે પણ કટ્ટરપંથી બન્યો હતો.

ATSએ કેવી રીતે કરી ધરપકડ?
ગુજરાત ATSને બાતમી મળી હતી કે નવસારીના ચારપુલ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલો કોઈ શખ્સ છુપાયેલો છે. આ બાતમીના આધારે સચોટ ઓપરેશન પાર પાડીને ફૈઝાન શેખને દબોચી લેવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓ હવે તેની તપાસ કરી રહી છે કે તે રાજ્યમાં કોઈ મોટા હુમલા કે કાવતરાના પ્લાનિંગમાં સામેલ હતો કે કેમ. હાલમાં ફૈઝાન શેખની સઘન પૂછપરછ ચાલી રહી છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તથા મોબાઈલ ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી તેના નેટવર્ક વિશે વધુ માહિતી મળી શકે.
આ પણ વાંચો: બરફીલા પહાડોમાં આતંકીઓની શોધ, ભારતીય સેના સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં
આ પણ વાંચો: ગુજરાત ATSએ પકડેલા આતંકીઓએ હરિદ્વારના મંદિરોમાં કરેલી રેકી કર્યાનું રહસ્યોદઘાટન
આ પણ વાંચો: ધોરણ 12ની છાત્રા સાથે વાહનચાલક વિધર્મીએ આચર્યું વારંવાર દુષ્કર્મ
