4:30
કેરલની અભિનેત્રી પ્રિયા પ્રકાશની ફિલ્મ આવી વિવાદમાં, પ્રિયાની આ મલયાલમ ફિલ્મના એક ગીતમાં મુસ્લિમોની લાગણી દુભાઈ મામલે હૈદરાબાદની પોલીસ ચોકીમાં ફરીયાદ નોંધાઈ છે.
————————————————————————————————
પાટણ: ચાણસ્મામાં આવેલી આંગડિયા પેઢીમાં છ ઇસમોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા ઇસમો 1 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
——————————————————————————————–
દાહોદ: ઝાલોદના માતા પુત્રીને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કાર ચાલકે ટોલ બચાવવાનું કહી બાઝરવાડા રોડ પર લઇ જઇ ₹ 1.82 લાખ લૂંટી લીધા હતા.
——————————————————————————————–
સાબરકાંઠા: હિમતનગરના વીરપુર ગામની સીમમાં વીજડીપી પાડીને એલ્યુમીનીયમની કોઈલ અને ઓઈલની ચોરી થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
——————————————————————————————–
સાબરકાંઠા: હિમતનગર બી-ડીવીઝન પોલીસે પ્રોહીબીશનના ચાર ગુનામાં નાસતો-ફરતો આરોપીને રાજસ્થાનના ખેરવાડાથી ઝડપી લીધો હતો.
——————————————————————————————–
ગોંડલ: ભોજપરામાં આવેલ રેશમ મસાલા ફેક્ટરી આગ લાગી હતી. આગ લગતા જ નગરપાલિકાની ફાયરબ્રિગેડે ઘટના સ્થળ પહોચ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.
——————————————————————————————
અમરેલી : સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રની સ્થાપનાને 20 વર્ષ પુરા થતા અમરેલીમાં વિશંતી મહોત્સવ ઉજવવામાં આવશે.
——————————————————————————————–
અમરેલી : ખાંભાની એક જવેલર્સની દુકાનમાંથી રૂપિયા 1.50 લાખના દાગીના તેમજ મુદ્દામાલની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
———————————————————————————————
વેલેન્ટાઇન ડે મુદ્દે વીએચપીના નેતા પ્રવીણ તોગડિયાએ કાર્યકરનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આપણી બહેન-દિકરીઓને પ્રેમ કરવાનો પૂરો હક્ક છે. માટે વેલેન્ટાઇન ડે નો વિરોધ નહીં કરવા આવશે.
——————————————————————————————–
બનાસકાંઠા: લાખણી તાલુકામાં આતંક મચાવ્યા બાદ દીપડાએ થરાદ તાલુકાના ચાર ગામમાં દેખા દઇને પશુઓ અને બે ગ્રામજનો પર હુમલા કરતાં ગ્રામજનોમાં ભય સાથે ફફડાટ ફેલાયો ગયો છે.
———————————————————————————————
