સુરતમાં ચોકલેટમાંથી માખી નીકળી હોવાની ઘટના બની છે. ઓશોન કંપનીની એકલેર ચોકલેટમાંથી માખી નીકળી હતી. કંપનીમાંથી સંપૂર્ણ રીતે પેક થઈને આવેલ પેકેટની અંદરથી કાઢેલી ચોકલેટમાં માખી નીકળવાની ઘટના બની હતી, જે અંગે કંપનીમાં ફરિયાદ કરતા કંપની દ્વારા આ બાબતને દબાવવા પ્રયાસ થયો હતો. જોકે યુવાન દ્વારા સમગ્ર મામલે ફરિયાદ કરી આ બાબતને લોકો સમક્ષ લાવવા પ્રયાસ થઇ રહ્યો છે.
ચોકલેટમાં જાણીતી એવી એકલેર ચોકલેટમાં માખી નીકળી હોવાની ઘટના સુરતમાં બની છે. કંપનીમાંથી સંપૂર્ણ રીતે પેક થઈને આવેલ પેકેટની અંદરથી કાઢેલી ચોકલેટના કાગળમાં રહેલી ચોકલેટમાં માખી મળી આવી હતી. જેને અંગે કંપનીમાં ફરિયાદ કરતા કંપની દ્વારા આ બાબતને દબાવવા માટે પ્રયત્ન કરાયો હતો. જોકે યુવાન દ્વારા ફરિયાદ કરી આ બાબતને લોકો સમક્ષ લાવવા પ્રયત્ન શરુ કરાયા છે.
સુરતમાં વસતા સંજય માંગુકિયાએ ઇક્લેર ચોકલેટનું પેકેટ ખરીદ્યું હતું. ચોકલેટ ખરીદ્યા બાદ પેકેટ ખોલીને ચોકલેટ ખાવાની શરુ કરી હતી. જોકે તેમાંથી એક ચોકલેટમાંથી માખી મળી આવી હતી. એક સંપૂર્ણ રીતે પેક ચોકલેટના પેકેટની અંદર રહેલ રેપરમાં પેક ચોકલેટમાં મરેલી માખી મળી આવી હતી.
ચોકલેટમાં માખીને જોઇને સૌ કોઈ ચોકી ગયા હતા. જયારે આ અંગે તેમણે ઇક્લેર ચોકલેટ તૈયાર કરતી ડોલ્ફિન ફૂડસ ઇન્ડિયામાં ફરિયાદ કરી હતી. જે હાલ હૈદરાબાદમાં આવેલી છે. અને ઓશીન ઇન્ડિયા નામે વેબ્સાઈટ ધરાવે છે. જે ફરિયાદનો ઉકેલ લાવવાની સાથે આ કંપની દ્વારા ફરિયાદને દબાવવા માટેના પ્રયત્નો થયા હતા. જયારે સંજયભાઈ દ્વારા મક્કમ મન કરીને આ ઘટનાને લોકો સામે લાવવા માટેના પ્રયત્નો શરુ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ફેસબુકે ભારતમાં એક મહિનામાં 1.75 કરોડ કન્ટેન્ટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
આ પણ વાંચો:આરોગ્ય ક્ષેત્રે ભ્રષ્ટાચાર સામે મનસુખ માંડવિયાએ પગલાં લીધા, CGHSના બે ડોકટરો સસ્પેન્ડ
આ પણ વાંચો: મમતા બેનર્જીની સુરક્ષામાં ભંગ, આખરે ક્યા ઈરાદાથી દિવાલ ચડીને વ્યક્તિ CM આવાસમાં ઘૂસ્યો
