Gujarat News: ગુજરાત ATSએ પકડેલા આતંકવાદીએ હરિદ્વારના મંદિરોની રેકી કરી હતી. આ બતાવે છે કે ગુજરાતની ATSએ કેટલા મોટા હુમલાને ટાળ્યો છે. આ આતંકવાદીઓ પકડાયા ન હોત તો અનેકના સંસાર ઉજડી ગયા હોત, કેટલાય કુટુંબોના મોભીઓ ખતમ થઈ ગયા હાત. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટનું પરિણામ આપણે જોઈ શક્યા છીએ.
ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા આ આતંકવાદીઓ દેશમાં ઘણા મોટા હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓએ વિવિધ શહેરોમાં તપાસ કરી હતી. પકડાયેલા આતંકવાદીમાં એક આતંકવાદી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોની તપાસ કરી હતી. આતંકી સુલેહે આઝાદને એક પાર્સલ પણ મોકલાવ્યું હતું. આ પાર્સલ શેનું હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કટ્ટર આતંકવાદી આઝાદ ઘણા સમયથી એક મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. આતંકવાદી કટ્ટરવાદના માર્ગે જતાં તેની પત્ની તેને છોડી ગઈ હતી. હાલમાં, ગુજરાત ATS તમામ કેસોની તપાસ કરી રહી છે. આતંકવાદીઓની ISIS સાથેના તેમના લાંબા સમયના જોડાણ વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ATS ટીમે આઝાદ શેખના ઘરની તપાસ કરી, ત્યારે તેમને ડિજિટલ સ્વરૂપમાં અસંખ્ય પુરાવા મળ્યા. આ પુરાવા ATS ઓફિસમાં તપાસવામાં આવી રહ્યા છે. કારણ કે તેણે અગાઉ વિવિધ શહેરોમાં રેકી કરી હતી, પૂછપરછ દરમિયાન, આતંકવાદીએ હરિદ્વારના વિવિધ મંદિરોની પણ મુલાકાત લીધી હતી. હરિદ્વાર ભારતના ધાર્મિક સ્થળોમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, તેથી આ મંદિરોની પણ તપાસ કરવામાં આવી હતી. ATS હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આતંકવાદીના એહમદ મોહ્યુદ્દીનના દસ દિવસના રિમાન્ડ પૂરા થવાના પગલે તેને સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિક્યોરિટી બેરેકમાં મોકલી દેવાયો હતો. તે મંગળવારે સૂઈ રહ્યો હતો ત્યારે તેને ત્રણ કેદીઓએ માર માર્યો હતો. તેમા તેને આંખના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાયો હતો.
આ પણ વાંચો:પાકિસ્તાનના બાયોટેરર નેટવર્કનો પર્દાફાશ કરતી ગુજરાત ATS
આ પણ વાંચો:ભારતમાં સૌપ્રથમ કેમિકલ એટેક કરવાનું આયોજન ધરાવતા હતાં ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ
આ પણ વાંચો:ગુજરાત ATSના સકંજામાં આવેલા 3 આતંકવાદીઓ વિશે મોટો ખુલાસો

