ગાંધીનગરઃ બે દિવસના માવઠાએ રાજ્યના ખેડૂતોની સ્થિતિ ખરાબ કરી નાખી છે, પરંતુ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં હવે માવઠાની કોઈ શક્યતા નથી. આમ હવે કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
આમ છતાં રાજ્યમાં કોઈ-કોઈ સ્થળે સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમના પગલે તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ચાર ડિગ્રી સુધી ઘટ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. આ સાથે મંગળવારથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આમ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે અને તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. આ સાથે મંગળવારથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના લીધે તાપમાનમાં ઘટાડો થયો છે. તેના લીધે રાજ્યના લોકો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. તેની સાથે ડિસેમ્બરના પ્રારંભથી જ ગાત્રો થીજાવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
સોમવારે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યુ હતુ. નલિયામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. ભુજ અને ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ પૂર્વ દિશા તરફથી આવતા પવન અને ભેજના લીધે કમોસમી વરસાદ વરસ્યો છે. સોમવારે બપોર સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સોમવાર સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
આ પણ વાંચોઃ China/ ચીનમાં ફરી હાહાકાર! કોરોના બાદ હવે આ નવી બીમારીએ દુનિયાનું ટેન્શન વધાર્યું છે
આ પણ વાંચોઃ Earthquake/ સવારે ભૂકંપના આંચકાથી પાકિસ્તાન, ચીન સહિત અનેક દેશો ધ્રૂજ્યા, મોટા ખતરાની આશંકા
આ પણ વાંચોઃ Jarkhand/ ઝારખંડમાં હજારીબાગના ગાયત્રી ટેન્ટ હાઉસમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાખ