અમદાવાદ/ નરોડાના ગેલેકસી વિસ્તારમાં બે બહેનો પર માથાભારે શખ્સે કર્યો હુમલો, સ્થાનિકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો

આજે મટ્રો સીટી અમદાવાદના નરોડા ગલેકસી વિસ્તારમાં માથાભારે શખ્સે બે બહેનો પર હુમલો કર્યો છે

Top Stories Gujarat
10 3 નરોડાના ગેલેકસી વિસ્તારમાં બે બહેનો પર માથાભારે શખ્સે કર્યો હુમલો, સ્થાનિકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો

નરોડમાં ગેલેક્સી પાસે માથાભારે શખ્સ બન્યો બેફામ

એક્ટિવા ઉપર જઇ રહેલ બે બહેનો ઉપર હુમલો

યુવતીને માથામાં બોટલ મારી ઢોરમાર માર્યો

સ્થાનિકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો

યુવતીને મોઢાના ભાગે ગંભીર ઇર્જા થતા હોસ્પિટલ ખસેડાઇ

દારૂના અડ્ડા પાસે બનેલ ઘટનાથી સ્થાનિકોનો હોબાળો

માથાભારે શખ્સ ગંભીર ગુનામાં વોન્ટેડ : સૂત્રો

સરદારનગર પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથધરી

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે,બિહાર જેવી સ્થિતિ ધીરે ધીરે રાજ્યમાં થઇ રહી છે,વહેલી તકે પોલીસ તંત્રએ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરે તો આવનાર દિવસોમાં રાજ્યમાં ગુડાગર્દી ખુબ વધી જશે, ખુલ્લેઆમ લૂંટફાટ ,હત્યા અને મારામારીના બનાવો જોવા મળશે, આજે મટ્રો સીટી અમદાવાદના નરોડા ગલેકસી વિસ્તારમાં માથાભારે શખ્સે બે બહેનો પર હુમલો કર્યો છે, એક્ટિવા પર જઇ રહેલી બે બહેનો પર માથાભારે શખ્સે હુમલો કર્યો હતો પરતું સ્થાનિક લોકોએ આ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો હતો.યુવતીને મોઢાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ છે, તેથી તેને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ દારૂના અડ્ડા પાસે બની હતી.સ્થાનિકોઓએ ભારે હોબાળો કર્યો,ઉલ્લેખનીય છે કે આ હુમલો કરનાર માથાભારે શખ્સ ગંભીર ગુનામાં વોન્ડેટ છે. હાલ સરદારનગરની પોલીસે ફરિયાદ નોંધીને્ વધુ તપાસ હાથ ધરી છે.