AAP-Congress alliance/ ગુજરાત : વિધાનસભા પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ગઠબંધનની સંભાવના

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકસભા બાદ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ગઠબંધન કરે તેવી સંભાવના છે. 

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 18T144822.848 ગુજરાત : વિધાનસભા પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ગઠબંધનની સંભાવના

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકસભા બાદ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ગઠબંધન કરે તેવી સંભાવના છે. લોકસભા ચૂંટણી 2024ના સંપૂર્ણ કાર્યક્રમની શનિવાર (16 માર્ચ)ના રોજ ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે જાહેર કરેલ વિગતો મુજબ આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે, પરિણામ 4 જૂને જાહેર થશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. તેમજ રાજ્યની કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થશે. દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને AAP આ પેટાચૂંટણી સાથે મળીને લડવાના મૂડમાં છે.

લોકસભા અને વિધાનસભા ‘હમ સાથ-સાથ હૈ’ (આપ-કોંગ્રેસ)
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પરથી કોંગ્રેસ અને AAP ગઠબંધનના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હવે વિધાનસભા પેટાચૂંટણીમાં પણ બંને પક્ષો વચ્ચે ગઠબંધન થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં મળેલી બેઠકમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ માટે બંને પક્ષો ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ 4 અને AAP 2 સીટો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ ઉપરાંત વિસાવદર બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેમનું માનવું છે કે જો બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડે તો પેટાચૂંટણીમાં સારા પરિણામો આવવાની શક્યતાઓ છે. જેના માટે બંને પક્ષો પેટાચૂંટણીમાં ગઠબંધન કરવા માટે પોતાનો અભિપ્રાય હાઈકમાન્ડને મોકલી શકે છે.

પેટાચૂંટણી આ બેઠકો પર યોજાશે

હાલમાં રાજ્યમાં 4 કોંગ્રેસ, 1 AAP અને 1 અપક્ષ નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને આ નેતાઓ ભાજપમાં જોડાયા છે. છ ધારાસભ્યોના રાજીનામાને કારણે તેમની બેઠકો ખાલી પડી હતી. ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. જો કે વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠક પર પેટા ચૂંટણી યોજવા અંગે ચૂંટણી પંચે કોઈ ઉલ્લેખ કર્યો નથી.

ચૂંટણી કોંગ્રેસ માટે પડકાર

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ ‘પંજાનો’ નો સાથ છોડી કમળ પર પસંદગી ઉતારી છે. એકરીતે જોવા જઈએ તો આ વખતની લોકસભા ચૂંટણી વધુ રસપ્રદ રહેશે. સ્થાનિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે કદાવર નેતાઓ ભાજપમાં જોડાયા છે. આથી જોવાનું રહેશે કે ચૂંટણીમાં જો ભાજપની જીત થાય તો ભાજપના ભરતી મેળામાં આશ્રય લીધેલા નેતાઓને કેવું સ્થાન મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ

આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: gujarat univercity/ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં વધુ ત્રણ ઝડપાયા