Congress Foundation Day/ ગુજરાતમાં કોંગ્રેસના સ્થાપના દિવસે આ દિગ્ગજ નેતા ધ્વજ ફરકાવશે, જાણો રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાનો ઇતિહાસ

કોંગ્રેસના ઇતિહાસ (Congress Foundation Day)  પર નજર નાંખીશું તો ખબર પડશે કે સ્થાપના કોણે કરી હતી અને તેમના એજન્ડા શું હશે તે ખબર પડશે

Top Stories Gujarat
Congress Foundation Day

અમદાવાદ: પક્ષ-સેવાદળનો સ્થાપના દિવસ (Congress Foundation Day)
કોંગ્રેસ પક્ષ અને સેવાદળનો આજે સ્થાપના દિવસ
રાજીવભવન ખાતે સ્થાપના દિનની ઉજવણી
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પક્ષનો ધ્વજ લહેરાવશે
સેવાદળ સૈનિકોની સલામી ઝીલશે
પક્ષના હોદેદ્દારો અને કાર્યકરોને આમંત્રણ

Congress Foundation Day:ગુજરાત રાજ્યમાં આજે કોંગ્રેસ અને સેવાદળના સ્થાપના દિવસની (Congress Foundation Day) પ્રદેશ કક્ષાએ  ઉજવણી કરવામાં આવશે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન (RAJIV GHANDHI BHAVAN) ખાતે આ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ ફરકાવશે. ,આ સાથે તેઓ સેવાદળ સૈનિકોની સલામી પણ લેશે. આ કાર્યક્રમો  ભારે સંખ્યામાં કાર્યકરો  આ ઉજવણીમાં સામેલ થશે. હોદ્દેદારો અને કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઇતિહાસ (Congress Foundation Day)  પર નજર નાંખીશું તો ખબર પડશે કે સ્થાપના કોણે કરી હતી અને તેમના એજન્ડા શું હશે તે ખબર પડશે.દેશ આઝાદ  થયા પહેલા 62 વર્ષ પેહલા અટલે કે 1885માં સ્કોટલેન્ડના એક નિવૃત અધિકાર એઓ હ્યૂમે ઇન્ડિય નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. તેમને સંસ્થાપકનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો પરતું તેમના અવસાન થયા બાદ એટલે કે 1912માં તેમના મરણ બાદ તેમને કોંગ્રેસના સંસ્થાપક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસની સ્થાપના(Congress Foundation Day) પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છે . વર્ષ 1857માં અંગ્રેજો સામે ભારે વિરોધ ચાલી રહ્યો હતો. અંગ્રેજો ક્યારેય એવું ઈચ્છતા ન હતા કે ફરી વખત દેશમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય, તેમણે આયોજન કરી એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું કે જ્યાં ભારતીય પ્રજા પોતાની ભડાસ કાઢી શકે. આ ઉપરાંત આ કોંગ્રેસના (CONGRESS) પ્લેટફોર્મ હેઠળ જે વિરોધ પ્રદર્શન કરવા માગે તે કરી શકે છે. આ જ કામ માટે એઓ હ્યૂમની પસંદગી કરવામાં આવેલી.

કોંગ્રેસ પક્ષની સ્થાપના (Congress Foundation Day) ભલે એક અંગ્રેજ દ્વારા કરવામાં આવી હતી, પણ તેના અધ્યક્ષ ભારતીય જ હતા. પક્ષના પ્રથમ અધ્યક્ષ કોલકાતા હાઈકોર્ટના બેરિસ્ટર વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. પક્ષનું પ્રથમ અધિવેશન પુણેમાં યોજાવાનું હતું, પણ તે સમયે ત્યાં રોગચાળો ફેલાયેલ હતો. તેને લીધે તે મુંબઈમાં યોજવામાં આવ્યુંવર્ષ 1905માં બંગાળનું વિભાજન થયું અને તેને લીધે જ કોંગ્રેસને નવી ઓળખ મળી. કોંગ્રેસે વિભાજનનો ખુલ્લીને વિરોધ કર્યો. અંગ્રેજોના સામાનનો બહિષ્કાર કર્યો. કોંગ્રેસે અંગ્રેજો સામે આંદોલન શરૂ કર્યું હતું અને તેમા પણ ફૂટ પડી ગઈવર્ષ 1915માં મહાત્મા ગાંધી (MAHATMA GHANDHI) દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાં. વર્ષ 1919માં અસહયોગ આંદોલનથી ગાંધીજી રાજકારણમાં આવ્યા. ત્યારબાદ બસ કોંગ્રેસ એટલે ગાંધીજી જ તેવો અર્થ થઈ ગયો. ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે અનેક આંદોલન કર્યાં.

વર્ષ 1885માં બનેલી કોંગ્રેસ પાર્ટીના(Congress Foundation Day) અત્યાર સુધીમાં 88 જેટલા અધ્યક્ષ રહી ચુક્યા છે. આ પૈકી 18 અધ્યક્ષ આઝાદી બાદ બન્યા છે. આઝાદી બાદ આ 73 વર્ષ પૈકી 38 વર્ષ નેહરું-ગાંધી પરિવાર પક્ષના અધ્યક્ષ પદ સંભાળ્યુ છે. જ્યારે 35 વર્ષ બિન-નેહરું-ગાંધી પરિવારે સુકાન સંભાળ્યુ છે.

આઝાદી બાદ(Congress Foundation Day) વર્ષ 1951થી લઈ વર્ષ 1954 સુધી જવાહર લાલ નેહરુ (JAVAHRLAL NEHRU)રહ્યા છે. ત્યારબાદ વર્ષ 1959માં ઈન્દિરા ગાંધી અધ્યક્ષ બન્યા. પછી વર્ષ 1978થી 1984 સુધી ઈન્દિરા ગાંધી ફરી વખત અધ્યક્ષ રહ્યા. ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ વર્ષ 1985થી વર્ષ 1991 સુધી રાજીવ ગાંધી અધ્યક્ષ બન્યા. રાજીવ ગાંધીના મૃત્યુના 7 વર્ષ બાદ વર્ષ 1998માં સોનિયા ગાંધી અધ્યક્ષ બન્યા, જેઓ વર્ષ 2017 સુધી આ પદ પર રહ્યા. ત્યારબાદ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ઓગસ્ટ 2019થી સોનિયા ગાંધી ફરી અધ્યક્ષ છે. રાહુલ ડિસેમ્બર 2017થી ઓગસ્ટ 2019 સુધી અધ્યક્ષ રહ્યા હતા.હાલમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે  નિયુક્ત થયા છે.

Data theft/AIIMS બાદ હેકર્સે આ વિભાગના સર્વરમાં મારી ઘૂસ! 3 કરોડથી વધુ ડેટાની ચોરી