anil deshmukh/ અનિલ દેશમુખને રાહતઃ હાઈકોર્ટે CBIની અરજી ફગાવી

બોમ્બે હાઈકોર્ટે CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને (Anil Deshmukh) જામીન આપવાના આદેશ પર સ્ટે લંબાવવાનો ઇનકાર કર્યો છે. આ પછી દેશમુખ બુધવારે જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે.

Top Stories India

Bombay High courtએ CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને (Anil Deshmukh) જામીન આપવાના આદેશ પર સ્ટે લંબાવવાનો ઇનકાર કર્યો છે. આ પછી દેશમુખ બુધવારે જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે.

Justice MS Karnik 12 ડિસેમ્બરે 73 વર્ષીય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના Anil Deshmukhને જામીન આપ્યા હતા, પરંતુ CBIએ  તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે સમય માંગ્યો હતો અને કોર્ટે 10 દિવસ માટે આદેશ પર સ્ટે આપ્યો હતો. તપાસ એજન્સી સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, પરંતુ તેની અપીલની સુનાવણી જાન્યુઆરી 2023માં જ થશે, કારણ કે કોર્ટ શિયાળાની રજા પર છે.

જામીન પરનો સ્ટે 27 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો
હાઈકોર્ટે ગયા અઠવાડિયે સીબીઆઈની વિનંતી પર જામીનના આદેશ પરનો સ્ટે 27 ડિસેમ્બર સુધી લંબાવ્યો હતો. તપાસ એજન્સીએ મંગળવારે સ્ટેમાં વધુ એક વિસ્તરણની માંગ કરી હતી. Anil Deshmukhના વકીલો અનિકેત નિકમ (Aniket Nikem) અને ઈન્દરપાલ સિંહે (Inderpal singh) દાવો કર્યો હતો કે સીબીઆઈ હાઈકોર્ટના અગાઉના આદેશને અતિક્રમી જવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં વધુ એક્સ્ટેંશન આપવામાં આવશે નહીં.અનિલ દેશમુખ નવેમ્બર 2021થી જેલમાં છે.

તેના વકીલોએ કહ્યું કે કોર્ટે સ્ટે લંબાવવાનો ઇનકાર કર્યો છે, તેથી તેને બુધવારે જામીન પર મુક્ત કરી શકાય છે. Anil Deshmukh નવેમ્બર 2021થી જેલમાં છે. ED દ્વારા મની લોન્ડરિંગ (Money laundering) કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. CBI દ્વારા આ વર્ષે એપ્રિલમાં ભ્રષ્ટાચારના (Corruption) કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકીય વર્તુળો આને ભવિષ્યમાં એનસીપી અને ભાજપ (BJP) નજીક આવે તે પ્રકારની સંભાવના તરીકે પણ જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવનો સિતારો અસ્તમાં છે. શરદ પવાર પોતાની રાજકીય જમીન બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે તે પણ જાણે છે કે તેઓ ક્યારેય કોઈપણ રીતે મહારાષ્ટ્રમાં એકલા હાથે સત્તા મેળવવા સક્ષમ નથી. તેથી સત્તા માટે તેમણે પોતે કોઈની ટેકણ લાકડી લેવી પડે જ તેમ છે.

હવે કોંગ્રેસ સાથે તો તે કામગીરી બજાવી ચૂક્યા છે તેથી તે જાણે છે કે જો લાંબા સમય સુધી સત્તાસુખ ભોગવવું હોય તો તેમણે હાલમાં તો ભાજપ સાથે આગળ વધ્યા વગર ચાલે તેમ નથી. શિવસેનાએ જુદો માર્ગ પકડ્યો છે ત્યારે ભવિષ્યમાં શિવસેનાની ખતમ થતી રાજકીય જમીનનો ફાયદો  લેવા પણ તે તૈયાર છે.

આ પણ વાંચોઃ

Raid/ રાજકોટમાં આ સલૂનમાં જીએસટીના દરોડા, આટલા લાખની કર ચોરી પકડાઇ, સર્ચ ઓપરેશ ચાલુ

Cold In Gujarat/ ગુજરાતમાં કાતિલ ઠંડી,હવામાન વિભાગે કરી આ આગાહી,આજે નલિયા બન્યું ઠંડુગાર

Election Of Mayor / આ શહેર 70 વર્ષ બાદ આજે મતદાન કરી પોતાની પસંદના મેયરની કરશે પસંદગી