Not Set/ ગમે ત્યારે ખતમ થઇ શકે છે 150 જેટલા પરિવારોની જિંદગી, વાંચો કેમ

બનાસકાંઠા, બનાસકાંઠાના થરાદમાં 150 જેટલા પરિવારો પર તોળાઈ રહ્યો છે ખતરો. આ પરિવારો બસ સ્ટેન્ડ સામેના એક મકાનની પાછળ વસવાટ કરે છે. જે મકાનની હાલત સાવ જર્જરીત થઈ ગઈ છે અને મકાન ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા છે. આ મકાન બસ સ્ટેન્ડની સામે આવેલું છે અને રસ્તાને અડીને આવેલું. જે રસ્તા પરથી માણસો મોટી […]

Gujarat
ahmedabad 5 ગમે ત્યારે ખતમ થઇ શકે છે 150 જેટલા પરિવારોની જિંદગી, વાંચો કેમ

બનાસકાંઠા,

બનાસકાંઠાના થરાદમાં 150 જેટલા પરિવારો પર તોળાઈ રહ્યો છે ખતરો. આ પરિવારો બસ સ્ટેન્ડ સામેના એક મકાનની પાછળ વસવાટ કરે છે. જે મકાનની હાલત સાવ જર્જરીત થઈ ગઈ છે અને મકાન ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા છે.

ahmedabad 4 ગમે ત્યારે ખતમ થઇ શકે છે 150 જેટલા પરિવારોની જિંદગી, વાંચો કેમ

આ મકાન બસ સ્ટેન્ડની સામે આવેલું છે અને રસ્તાને અડીને આવેલું. જે રસ્તા પરથી માણસો મોટી સંખ્યામાં અવરજવર કરે છે. મકાનની છત પરથી પોપડા પણ પડતા  રહે છે. ચોમાસું હવે નજીકમાં છે ત્યારે ચોમાસામાં જો ભારે પવન સાથે વરસાદ આવશે તો મકાન ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે તેવું લોકો કહી છે અને તેને કારણે મકાન પાછળ વસવાટ કરતા 150 જેટલા પરિવારો પર પણ ગભરાટમાં જીવન જીવી રહ્યા છે.

ahmedabad 3 ગમે ત્યારે ખતમ થઇ શકે છે 150 જેટલા પરિવારોની જિંદગી, વાંચો કેમ

સ્થાનિક મહિલાનું કહેવું છે કે અહી 150 જેટલા પરિવાર રહે છે. આ મકાનની હાલત એટલી છે કે ગમે ત્યારે મકાન ધરાશાયી થઇ શકે છે. શેરીઓમાં બાળકો રમતા હોય છે તો પણ ચિંતા થાય છે કે કોઈ દીવાલ ધરાશાયી ના થઇ જાય. અમારી એક જ માંગ છે કે અમને સારા મકાનની વ્યવસ્થાકરી આપે.

ahmedabad 2 ગમે ત્યારે ખતમ થઇ શકે છે 150 જેટલા પરિવારોની જિંદગી, વાંચો કેમ

આ મકાન ચંદ્ર વિલાસ ગેસ્ટહાઉસનું મકાન હતું પરંતુ હવે તે ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. ત્યારે મકાન ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના સર્જાઈ એ પહેલા જ તેને તંત્ર તરફથી તકેદારી રાખીને પાડી લેવામાં આવે તેવી લોકોની માગ છે.