Not Set/ CJI સામેનો મહાભિયોગ: કોંગ્રેસને મળ્યો ‘સુપ્રીમ’ આંચકો, પોતાની અરજી પરત ખેંચી

દિલ્હી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI)દીપક મિશ્રા સામે રાજ્યસભામાં મહાભિયોગ નોટિસને રદ કરવાના મુદ્દાને પડકાર આપતી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ અંગે આજે મંગળવારે સુનાવણી થઇ હતી. જેના અંતર્ગત પાંચ જજોની બેંચ આ અરજી અંગે સુનાવણી કરવાના હતાં, પરંતુ કોંગ્રેસ સાસંદોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. કોંગ્રેસના સાંસદો તરફથી રજૂઆત […]

Top Stories Trending
Supreme court CJI સામેનો મહાભિયોગ: કોંગ્રેસને મળ્યો 'સુપ્રીમ' આંચકો, પોતાની અરજી પરત ખેંચી

દિલ્હી,

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI)દીપક મિશ્રા સામે રાજ્યસભામાં મહાભિયોગ નોટિસને રદ કરવાના મુદ્દાને પડકાર આપતી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ અંગે આજે મંગળવારે સુનાવણી થઇ હતી. જેના અંતર્ગત પાંચ જજોની બેંચ આ અરજી અંગે સુનાવણી કરવાના હતાં, પરંતુ કોંગ્રેસ સાસંદોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. કોંગ્રેસના સાંસદો તરફથી રજૂઆત કરતાં વકીલ કપિલ સિબ્બલે સવાલ ઉઠાવીને કહ્યું હતું કે, આ મામલે સુનાવણી કરવા માટે પાંચ જ્જોની બેન્ચ બનાવવા માટેનો આદેશ કોના દ્વારા આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (સીજેઆઈ) દીપક મિશ્રા સામે રાજ્ય સભામાં મહાભિયોગ ચલાવવાની નોટિસને રદ કરવામાં આવી હતી. આ મામલા અંગે કોંગ્રેસના બે સાંસદો પ્રતાપસિંહ બાજવા અને અમી હર્ષદરાય યાજ્ઞિક દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીને કોર્ટ દ્વારા ફગાવી દઈને મંગળવારે સવારે પાંચ જ્જોની બેન્ચ સામે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેના અંગે કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ બેન્ચની રચના કોના કહેવાથી કરવામાં આવી છે. અમને આ નિર્ણય માટેની ચોક્કસ કોપી મળવી જોઇએ છે. અમે તે આદેશને પડકારવા માંગીએ છીએ.

કપિલ સિબ્બલની આ રજૂઆત અંગે જસ્ટિસ સીકરી જણાવ્યું કે, તેઓ ચોક્કસ માપદંડોના આધાર પર દલીલો કરે. તેમ છતાં સિબ્બલ સતત પોતાની દલીલ કરતાં રહ્યા હતા અને કહ્યું કે, શું બંધારણમાં સીજેઆઈનો આદેશ જ માત્ર એવો આદેશ છે જેને ચેલેન્જ નહીં કરી શકાય. અમે તેના પર યોગ્ય કાયદો જાણવા માંગીએ છીએ. ત્યાર બાદ કપિલ સિબ્બલે પોતાની અરજી પરત લેવા માટે કહ્યું હતું. જે અંગે સુપ્રીમ કોર્ટે પણ તેમની વાત માનીને અરજી પાછી લેવા માટે મંજૂરી આપી હતી અને તેમની અરજી ફગાવી દીધી હતી.

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રતાપ સિંહ બાજવા અને અમી યાજ્ઞિકે ચીફ જસ્ટિસ પર મહાભિયોગ પ્રસ્તાવની મંજૂરી માટે જસ્ટિસ જે. ચેલામેશ્વરની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની માંગ હતી કે, ત્રણ સભ્યોની કમિટીની રચના પર ચીફ જસ્ટિસની વિરૂદ્ધ લગાવામાં આવેલા આરોપોની તપાસ થવી જોઇએ. આ મામલે જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું કે, કેસની સુનવણી થાય કે નહીં, તેના પર કોર્ટ મંગળવારે વિચાર કરશે, પરંતુ સાંજે યાદી આવી ગઇ. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસની વિરૂદ્ધ રોસ્ટર મામલામાં જસ્ટિસ ચેલમેશ્વર સહિત 4 સિનિયર મોસ્ટ જજોએ જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

રાજ્યસભાના સભાધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને 23 એપ્રિલના રોજ એવું કહીને રદ કરી હતી કે, ચીફ જસ્ટિસની વિરૂદ્ધ મૂકવામાં આવેલા આરોપો અસ્પષ્ટ અને સંદેહ પર આધારિત છે. પ્રસ્તાવ રદ થતા કૉંગ્રેસના નેતા અને પૂર્વ કાયદા મંત્રી કપિલ સિબ્બલે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિએ ઉતાવળમાં પ્રસ્તાવને રદ કર્યો છે