israel hamas war/ ઈઝરાયલની ‘આયર્ન ડોમ સિસ્ટમ’ શું છે અને કેવી રીતે કામ કરે છે?

ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

World Trending
YouTube Thumbnail 62 1 ઈઝરાયલની 'આયર્ન ડોમ સિસ્ટમ' શું છે અને કેવી રીતે કામ કરે છે?

ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સાત ઓક્ટોમ્બરથી હમાસે અચાનક ઈઝરાયલ પર એક સાથે પાંચ હજાર જેટલા રોકેટ છોડ્યા હતા. હમાસના હુમલા બાદ હવે ઈઝરાયલની સેના જવાબી કાર્યવાહીમાં લાગેલી છે. આ ઉપરાંત રોકેટ અને મિસાઈલ હુમલાઓને રોકવા માટે તેની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે, જેને ‘આયર્ન ડોમ સિસ્ટમ’ કહેવામાં આવે છે. તો જાણીએ આ ‘આયર્ન ડોમ સિસ્ટમ’ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

ઈઝરાયલની ‘આયર્ન ડોમ સિસ્ટમ’ શું છે?

આયર્ન ડોમ સિસ્ટમ એ સપાટીથી હવામાં વાર કરનારી એર ડિફેન્સ સિસ્ટમ છે. તેને રોકેટ, મોર્ટાર અને માનવરહિત એરિયલ એરક્રાફ્ટ (UAV) દ્વારા ટૂંકા અંતરે હુમલાનો સામનો કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. આયર્ન ડોમની દરેક બેટરીમાં રડાર ડિટેક્શન અને ટ્રેકિંગ સિસ્ટમ, ફાયરિંગ કંટ્રોલ સિસ્ટમ અને 20 ઈન્ટરસેપ્ટર મિસાઇલ માટે 3 લોન્ચર છે.તેની દરેક બેટરીની રેન્જ 4થી 70 કિલોમીટરની વચ્ચે છે.

ઈઝરાયલ પાસે ‘આયર્ન ડોમ સિસ્ટમ’ ક્યારથી છે?

આયર્ન ડોમ સિસ્ટમ 2011થી ઇઝરાયલનું રક્ષણ કરી રહી છે. 2006 લેબનોન સંઘર્ષ દરમિયાન હિઝબુલ્લાએ ઇઝરાયલ પર હજારો રોકેટ છોડ્યા, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. હુમલાના એક વર્ષ બાદ ઇઝરાયલે જાહેરાત કરી કે તે મિસાઇલ અથવા રોકેટ હુમલાને રોકવા અને તેના લોકોની સુરક્ષા માટે નવી વાયુ રક્ષા પ્રણાલી વિકસાવશે. આ સુરક્ષા પ્રણાલી ઈઝરાયલની સરકારી ડિફેન્સ કંપની રાફેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

‘આયર્ન ડોમ સિસ્ટમ’ કેવી રીતે કામ કરે છે?

આયર્ન ડોમમાં 3 મુખ્ય સિસ્ટમો છે જે કોઈપણ હુમલાનો સામનો કરવા સક્ષમ છે. જ્યારે ઈઝરાયલ તરફ રોકેટ છોડવામાં આવે છે, ત્યારે ટ્રેકિંગ રડાર તેને શોધી કાઢે છે. ત્યાર બાદ રડાર આ બધી માહિતી હથિયાર નિયંત્રણ પ્રણાલીને મોકલે છે, ત્યારબાદ રોકેટનું આંકલન કરવામાં આવે છે અને તામિર ઇન્ટરસેપ્ટર મિસાઇલ છોડવામાં આવે છે અને દુશ્મનના રોકેટને હવામાં તોડી પાડવામાં આવે છે. આ સિસ્ટમ દિવસ-રાત અને તમામ હવામાન પરિસ્થિતિઓમાં કામ કરવા સક્ષમ છે.

‘આયર્ન ડોમ સિસ્ટમ’ની કિંમત કેટલી હોઈ શકે?

રક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે આ સિસ્ટમની કિંમત 410 અરબ રૂપિયાથી પણ વધારે હોય શકે છે કારણ કે, એક ઈન્ટરસેપ્ટર તામિર મિસાઇલની કિંમત લગભગ 66 લાખ રૂપિયા છે.

ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ કેટલી અસરકારક છે?

આ સિસ્ટમ તૈયાર કરનાર ઈઝરાયલની ડિફેન્સ કંપની રાફેલનો દાવો છે કે તેની મદદથી 90 ટકા રોકેટ અને મિસાઈલ હુમલાઓ રોકી શકાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઇઝરાયલ આયર્ન ડોમ સિસ્ટમને મજબૂત કરવા માટે સમયાંતરે નવા ફેરફારો કરતું રહે છે. આ પહેલા મે 2021માં પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ લગભગ બે અઠવાડિયા સુધી ચાલ્યો હતો. આ દરમિયાન, પેલેસ્ટાઇન તરફથી ઇઝરાયેલ પર 4,500 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા.

આયર્ન ડોમ સિસ્ટમની ગણતરી વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ્સમાં થાય છે. 2016માં અમેરિકાએ આ સિસ્ટમને વધુ વિકસિત કરવા માટે ઇઝરાયલને અબજો રૂપિયા આપવા દાવો કર્યો હતો. 2019માં અમેરિકાની આર્મીએ તેની મિસાઇલ સંરક્ષણ ક્ષમતાઓને વધારવા માટે 2 આયર્ન ડોમ બેટરી ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ઈઝરાયલ પાસે એરો અને ડેવિડ સ્લિંગ જેવી અન્ય મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ છે.


whatsapp ad White Font big size 2 4 ઈઝરાયલની 'આયર્ન ડોમ સિસ્ટમ' શું છે અને કેવી રીતે કામ કરે છે?


આ પણ વાંચો: ICC World Cup/ ભારત પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે

આ પણ વાંચો: CWC Meeting/ જાતિ ગણતરી પર ‘રાહુલ ગાંધી’નું મોટું નિવેદન…

આ પણ વાંચો: જુનાગઢ/ કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા