Not Set/ માતા-પુત્રના ડબલ મર્ડર કેસ, પત્નીએ જ પોતાના પતિ અને સાસુની ઠંડે કલેજે કરી હત્યા

રેન્દ્રનગર જિલ્લામાં હળવદ તાલુકાના માનસર ગામે માતા-પુત્રના ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પત્નીએ જ પોતાના પતિ અને સાસુની ઠંડે કલેજે હત્યા કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે માનસર ગામે થોડા દિવસ અગાઉ માતા-પુત્રની બેવડી હત્યાનો બનાવ બનતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ગામના સરપંચ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકતો […]

Gujarat

રેન્દ્રનગર જિલ્લામાં હળવદ તાલુકાના માનસર ગામે માતા-પુત્રના ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પત્નીએ જ પોતાના પતિ અને સાસુની ઠંડે કલેજે હત્યા કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે માનસર ગામે થોડા દિવસ અગાઉ માતા-પુત્રની બેવડી હત્યાનો બનાવ બનતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ગામના સરપંચ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. તપાસ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે મરનાર વ્યક્તિએ પોતાની કામાંધ બનેલી પત્નીને ભત્રીજા સાથે કઢંગી હાલતમાં નિહાળી હતી. જેના કારણે પત્નીએ જ પહેલા પોતાના પતિને ધોકાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યાર બાદ સાસુની પણ ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. જો કે ગ્રામજનોની જાગૃતતાના કારણે આ ડબલ મર્ડરની ચોંકાવનારી મિસ્ટ્રીને ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…