Not Set/ માઉન્ટ આબુના રાજભવનમાં સુરક્ષાનો અભાવ, એન્ટીક બંદૂકોની ચોરી

આબુ, ગુજરાતની નજીક આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુના રાજભવનમાં ચોરી થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તસ્કરોએ રાજભવનને નિશાન બનાવીને અંદરથી 5 જેટલી એન્ટીક બંદૂકોની ચોરી કરી હતી. રાજસભનમાં સુરક્ષાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ ગુનો નોંધીને એફએસએલની મદદથી ઘરફોડિયાઓને ઝડપી […]

Gujarat Others

આબુ,

ગુજરાતની નજીક આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુના રાજભવનમાં ચોરી થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તસ્કરોએ રાજભવનને નિશાન બનાવીને અંદરથી 5 જેટલી એન્ટીક બંદૂકોની ચોરી કરી હતી.

રાજસભનમાં સુરક્ષાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ ગુનો નોંધીને એફએસએલની મદદથી ઘરફોડિયાઓને ઝડપી લેવા કવાયત આરંભી હતી.

તો બીજીબાજુ માઉન્ટ આબુના રહેણાંક વિસ્તારમાં ફરીથી જંગલી પ્રાણીની એન્ટ્રી .

માઉન્ટ આબુના રહેણાંક વિસ્તારમાં ફરીથી જંગલી પ્રાણીની એન્ટ્રી થઇ છે. માઉન્ટના બ્રહ્નાકુમારીના પાંડવ ભવનમાં દીપડો ઘૂસી જવાની ઘટના સામે આવી છે.

રાતે એક વાગ્યના સમયમાં દિપડો દરવાજા થકી ઘરમાં ઘૂસ્યો હોવાનું સામે આવ્યું છે. કોઇ પણ જાતની જાનહાની વગર દીપડો ઘરમાં ફરીને રવાના થય ગયો છે. જો કે સમ્રગ ઘટના CCTVમાં કેદ થય ગઇ છે. વિનવિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.