Jamnagar News/ વેપારી સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું કહીને ભાવનગરના એક શખ્સ દ્વારા છેતરપિંડી

જામનગરના બ્રાસપાટના વેપારી સાથે GST નંબર વાળી પેઢીના કાગળો મેળવી લીધા બાદ વેપારીની જાણ બહાર 37 કરોડના વ્યવહાર કરી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ…

Gujarat Others

Jamnagar News : જામનગરના બ્રાસપાટના એક વેપારી કે જેઓ ભાગીદારીમાં ધંધો કરવાના બહાને ભાવનગરના એક શખ્સની છેતરપિંડીનો શિકાર બન્યા અને GST વાળી પેઢીના એકાઉન્ટનો દૂર ઉપયોગ કરી 37 કરોડના વ્યવહાર કરી નાખી વેપારી સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

મળતી માહિતી અનુસાર, જામનગરમાં કૈલાશ નગર વિસ્તારમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા મીત રસિકભાઈ ગડારા નામના વેપારીએ પોતાની સાથે ભાગીદારીમાં ધંધો કરવાના બહાને GST નંબર અને બેન્ક એકાઉન્ટ વગેરે દ્વારા 37 કરોડના બેનામી વ્યવહાર કરી નાખી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે ફરિયાદ મૂળ જામનગરના નૂરી ચોકડી વિસ્તારના રહેવાસી અને હાલ ભાવનગર રહેતા હનીફ શૈખ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મિત રસિકભાઈએ પોતાની બ્રાસની પેઢી બનાવી હતી અને ધંધો કરતા હતા. પરંતુ તેઓએ કામ બંધ કરી દીધું હતું અને છેલ્લા કેટલાક સમયથી તેઓની પેઢીમાં કોઈ વ્યવહાર થયા ન હતા. દરમિયાન આરોપી હનીફ શેખ તેના સંપર્કમાં આવ્યો અને ભાગીદારીમાં ધંધો કરવાની વાત કરતાં મિત પટેલે પોતાના બેંક એકાઉન્ટ અને GST નંબર સહિતના કાગળો અને ચેક GST ના ડોક્યુમેન્ટ આપ્યા અને પોતે જામનગરથી ભાવનગર રહેવા ચાલ્યો ગયો હતો.

વધુમાં, જેની સાથે ટેલિફોનિક વાત ચિત કરતાં હાલ મંદી છે, એટલે થોડા સમય પછી ધંધો શરૂ કરશે તેમ કહી સમય કાઢયે રાખ્યો હતો. ત્યારબાદ તેણે મીતભાઈના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા, તેમ જ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જેથી ફરિયાદી યુવાનને શંકા જતાં તેણે પોતાના ખાતાનું બેન્ક એકાઉન્ટ તપાસ્યું હતું, જે તપાસણી દરમિયાન તેના ખાતામાંથી ૩૭ કરોડના બેનામી વ્યવહારો થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી મામલો પંચકોશી B ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને હનીફ શૈખ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે. જેને પી.આઇ. વી.જે. રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

@ સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ

આ પણ વાંચો: આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ કરાશે, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રએ બજેટ પર ‘બૌદ્ધિક સંમેલન’ને સંબોધન કર્યું