Gandhinagar News/ આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ કરાશે, જાણો સમગ્ર વિગતો

ગાંધીનગરમાં આવતીકાલે ગુજરાત પંદરમી વિધાનસભામાં 6ઠ્ઠા સત્રમાં બજેટ સત્ર શરૂ કરાશે, આવતીકાલે વિધાનસભા બજેટ સત્ર બપોરે 12 વાગ્યેથી શરૂ કરવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : આવતી કાલે 19 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ સત્ર શરૂ કરાશે.  20મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવશે. કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે. ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર આવતીકાલ 19 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન યોજાશે.

ગજુરાત સરકારનું જાહેર દેવું સતત વધી રહ્યું છે. માર્ચ 2024ના અંતે ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયા છે, રાજ્યની કુલ GDPના 15.34 % છે. માર્ચ 2024ના અંતે ગુજરાતનો વર્તમાન GSDP રૂ. 24 લાખ કરોડ આસપાસ હતો. તમને જણાવી દઇએ કે, વર્ષ 2023માં ગુજરાત સરકારનું જાહેર દેવું 338476 કરોડ રૂપિયા હતું. ગુજરાત સરકારના જાહેર દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકારનું જાહેર દેવું વર્ષ 2018માં 212591 કરોડ રૂપિયા હતું, જે વર્ષ 2019માં વધીને 240305 કરોડ, વર્ષ 2020માં 267095 કરોડ રૂપિયા, વર્ષ 2021માં 298810 કરોડ રૂપિયા, વર્ષ 2022માં 308302 કરોડ રૂપિયા થયું છે.

ગઈકાલે સુરેશ મહેતાએ કહ્યું હતુ કે, “ગુજરાતનું અર્થતંત્ર ખાડે જતું દેખાઈ રહ્યું છે. બજેટરી પ્રોવિઝનમાં ક્યાંક ખામી લાગી રહી છે માટે અમે 22 પેજનું બજેટ તૈયાર કરી સરકારને મોકલ્યું છે. જેમાં અલગ અલગ વિભાગના બજેટની વિગતો છે. જાન્યુઆરી મહિનામાં અમે સરકારને સૂચિત બજેટ મોકલી આપ્યું હતું.

રાજ્ય સરકાર બજેટમાં કરશે મહત્વની જાહેરાત જેમાં ઈકોનોમિક ઝોન બનાવવા પર સરકારનું ફોક્સ રહ્યું છે, અને રાજ્યમાં અન્ય ચાર ઈકોનોમિક ઝોન બનશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. નવું બજેટ ગત વર્ષ કરતા 10 % વધું હોઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રએ બજેટ પર ‘બૌદ્ધિક સંમેલન’ને સંબોધન કર્યું

આ પણ વાંચો: બજેટ પહેલા ગુજરાતના આ ધારાસભ્યએ સરકાર પાસે ખેડૂતો માટે કરી મોટી માંગ

આ પણ વાંચો: આજે રાજયની કેબિનેટ બેઠક UCC અને વિધાનસભાના આગામી બજેટ અંગે ચર્ચા કરાશે