ગુજરાત/ સુરત મહાનગરપાલિકા દ્વારા આવકના નવો સ્ત્રોત ઊભા કરવાના પ્રયાસો, જાણો શું છે

સુરત મહાનગરપાલિકા દ્વારા હવે ગાર્ડન વેસ્ટમાંથી પણ આવક ઊભી કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કારણ કે પાલિકા દ્વારા ગાર્ડન વેસ્ટમાંથી બાયો કોલ, બાયો બ્રિક્સ અને બાયો પેલેટ બની શકે કે નહીં તે બાબતે અધિકારીઓ પાસેથી સુજાવ માંગ્યા છે.

Top Stories Gujarat Surat
સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મોટી માત્રામાં નીકળતા ગાર્ડન વેસ્ટમાંથી ઇંધણ બનાવી આવક મેળવવાનો સ્ત્રોત ઊભો કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં ગાર્ડન વેસ્ટમાંથી બાયોકોલ, બાયોબ્રિક્સ, બાયો પ્લેટ બની શકે કે નહીં તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળી રહ્યો છે તેને ડિસ્પોઝલ સાઈડ પર મોકલી તેમાંથી જૈવિક વેલ્યુ વધારે હોય તેવા લાકડામાંથી વાઈટ કોલ બનાવવાનું કાર્ય જો સફળ થાય તો આ કોલ ઉદ્યોગોને વેચી તેમાંથી એક આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ શકે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આવકના નવા નવા સ્ત્રોત ઊભા કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મોટી માત્રામાં નીકળતા ગાર્ડન વેસ્ટમાંથી ઇંધણ બનાવી આવક મેળવવાનો સ્ત્રોત ઊભો કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગાર્ડન વેસ્ટમાંથી બાયોકોલ, બાયોબ્રિક્સ, બાયો પ્લેટ બની શકે કે નહીં તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળી રહ્યો છે. તેને ડિસ્પોઝલ સાઈડ પર મોકલી તેમાંથી જૈવિક વેલ્યુ વધારે હોય તેવા લાકડામાંથી વાઈટ કોલ બનાવવાનું કાર્ય જો સફળ થાય તો આ કોલ ઉદ્યોગોને વેચી તેમાંથી એક આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ શકે છે.

આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની મળેલી સ્થાયી કમિટીની બેઠકમાં 85 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ કામોની અંદર મોટાભાગના કામો ડ્રેનેજ, રોડ રસ્તા અને નવા રસ્તાની પ્રપોઝલો મંજૂર કરવા આવી હતી. મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા શહેરમાં આવેલ અલગ અલગ સોસાયટીઓમાં જઈને વૃક્ષોનું કરી શકતી નથી જેથી સ્થાયી સમિતિની બેઠકમાં આ બાબતે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અધિકારીઓ સાથેની ચર્ચા બાદ સુરત મહાનગરપાલિકા આ બાબતે એક નવી રૂપરેખા નવા નિયમો સાથે તૈયાર કરી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક ઝોન વિસ્તારમાંથી જે ગાર્ડન વેસ્ટ આવે છે એટલે કે વૃક્ષના ઝાડ પાન અને ડાળી જેવું કચરો જે આવી રહ્યો છે તેમાંથી જે લાકડાની જૈવિક વેલ્યુ વધારે હોય અને વાઈટ કોલ બનાવવામાં જે લાકડાનો ઉપયોગ થાય એ પ્રકારનું એક નવું ટેન્ડર ડીઝાઇન કરવાની પરમિશન પણ અધિકારીઓને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ